________________
*
કાનજીભાઈ પટેલ
ગાર કહ્યો છે. (અનુ. હેમ. વૃત્તિ-પૃ. ૧૩૬) અહીં ભરતમુનિનું વાક્ય સરખાવવું રસપ્રદ થઈ પડશે કે-“ તત્ર સમોનસ્તાવન ઋતુમાત્યાનુપનનાdgઝનવિષયવમવનોપમોનોપવન નાનુસસરકારની રાત્રીરસિઘિા ( ના. શા-ગા. આ. શિ. ભા. ૧, પૃ. ૩૦૩) વળી, પૃ. ૩૦૮ પર શુંગારને રિઝમઃ કહ્યો છે. સૂત્રકારે પશુ શુંગાર રસને તરંગોઢિારસંવાળો કહ્યો છે અને જે મંડન, વિલાસ, બિબેક, હાસ્ય, લીલા વગેરે શૃંગારનાં લક્ષણે ગણાવ્યાં છે તેમાં પણું નાટયશાસ્ત્રની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં એક વાત નોંધવાની છે કે ભારતના
વાસમાં શગારના સંભોગ અને વિપ્રલંભ એવા જે બે પ્રકારે ગણાવ્યા છે તેની ચર્ચા સૂત્રકારે ટાળી છે. તેમનો ઉદ્દેશ જેન સાધુઓને બોધ આપવાનું હોવાથી શંગારની વિસ્તૃત ચર્ચા તેઓ ન કરે તે સ્વાભાવિક છે. એટલું જ નહીં, પણ તેમણે તે શંગારનું ઉદાહરણ આપ્યા પછી સ્પષ્ટ કહી દીધું છે કે ઉપરોક્ત સ્વરૂપવાળા શૃંગારને “ધિકાર છે, ધિક્કાર છે. આ રસ મુનિઓ માટે ત્યાજ્ય કહેવામાં આવ્યો છે. તે મોક્ષરૂપી ઘરની અર્ગલા છે. તેથી મુનિ આ રસનું સેવન ન કરે.
અદ્દભુત રસદ નાટયશાસ્ત્રમાં રસોની ચર્ચામાં અદ્દભુત છેલ્લે આવે છે. પણ અહીં સૂત્રકારે તેને શુંગાર પછી તરત જ મૂક્યો છે. સૂત્રકાર અને ટીકાકાર (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫) મુજબ પૂર્વે કેઈ દિવસ ન અનુભવેલ અથવા અનુભવેલ એવા કોઈ પદાર્થને જોઈને આશ્ચર્ય થાય તે અદ્દભુત રસ છે. હર્ષ અને વિષાદ અભુત રસનાં લક્ષણ છે. આશ્ચર્યજનક બાબતથી વિસ્મય જન્મ અને વિસ્મય એ અદ્દભુત રસને થાયીભાવ છે. આ બાબત ભરતમુનિમાં પણ છે. પરંતુ અદ્ભૂત રસનાં હર્ષ અને વિષાદ એ બે લક્ષણ છે એમ સૂત્રકારે જે કહ્યું છે તે વિચારવા જેવું છે. નાટયશાસ્ત્રમાં અદ્દભુત રસના વર્ણનમાં કહ્યું છેઃ સ્તન્મશ્રાદુરોનાલ્ઝાકાસામનડતાકરચયઃા (ના. શા. ગા. એ. સિ ભા. ૧, પૃ ૩૨૮-૩૩૦) અહીં જે જડતા, પ્રલય વગેરે કહ્યાં છે તે ઉપરથી વિષાદને સુત્રકારે અદ્ભુતનું લક્ષણ માન્યું હશે, અન્યથા અન્ય કેઈએ વિષાદને અદૂભુતનું લક્ષણ કહ્યું નથી.
૪. રૌદ્રરસ : સૂત્રકારે ભયજનક રૂ૫, શબ્દ, અંધકારના ચિંતન, કથા અને દર્શનથી ઉત્પન્ન થનાર તથા સંમોહ, સંભ્રમ, વિષાદ અને મરણ લિંગવાળો રૌદ્રરસ ગણાવ્યો છે. ટીકાકારે કહ્યું છે: “જે અતિદારુણ હેવા બદલ રડાવે છે એટલે કે અશ્રુ વહેવડાવે છે તે રૌદ્ર છે. શત્રુઓ, મહારણ્ય, ગાઢ તિમિર વગેરે રૌદ્ર છે. એમના દર્શનથી ઉદભવેલ વિકૃત અથવસાયરૂ૫ રસ રૌદ્ર છે.' (અનુ. હેમ. વૃત્તિ પૃ. ૧૩૭) સૂત્રકારે આપેલા લક્ષણોની સરખામણી ભારત મુનિના રૌદ્રરસના વિવેચન સાથે કરવા જતાં કેઈ નેંધપાત્ર સામ્ય મળી આવતું નથી. સૂત્રકારે જે ઉદાહરણ આપ્યું છે, તેમાં રૌદ્રને બદલે ભયાનક રસ જોવા મળે છે. ટીકાકારે આનું કારણ આપતાં જણાવ્યું છે : “જે કે લક્ષણક ભયાનકને નિર્દેશ કરે છે. પણ તે ભયાનકના કારણભૂત રૌદ્રને સ્પર્શે છે, તેમ સમજવાનું છે.” (અનુ હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫). ડે. વી. રાધવને ટીકાકારની આ દલીલ તર્કસંગત ગણી નથી (The Numbar of Rasas, Page 142). અન્યને કારણે ઉત્પન્ન થયેલા રસને ના સ્વીકારવામાં આવે તો તે ભારતે કહ્યું છે તેમ માત્ર ચાર જ મૂળ રસ રહે (ના. શા. ૬/૩૯-૪૧) વળી, કારણભૂતને સ્વીકારો અને કાર્યભૂતને ન સ્વીકાર એ યોગ્ય નથી. તેનાથી ઊલટું કેમ નહીં ?
૫. ગ્રીડનક રસઃ સૂત્રકાર અને ટીકાકાર (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫) ના જણાવ્યા પ્રમાણે વિનય કરવા યોગ્ય માતા-પિતા વગેરે વડીલો સાથે અવિનયપૂર્ણ વ્યવહાર કરવાથી, મિત્ર વગેરેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org