________________
કાનજીભાઈ પટેલ “બ્રીડનકને સ્થાને કેટલાક ભયજનકસંગ્રામદિવસ્તુદર્શનથી ઉત્પન્ન થતા ભયાનક રસ ગણવે છે, પરન્તુ ભયાનક તે તેના કારણભૂત રસ રૌદ્રનું જ અંગ છે. માટે તેની પૃથક સત્તા નથી.” એમ કહી તેને અહીં રૌદ્ર રસ ની અંતર્ગત ગાતાં જુદે ન ગણવા જણાવ્યું છે. (અનુ. હેમ. વૃત્તિ પૃ ૧૩૫).
સૂત્રકારે જેને પ્રશાંત રસ કહ્યો છે તે શાંતરસનું નામાન્તર છે એમ માનવામાં વાંધો નથી. અનુયોગઠારસૂત્રમાં પ્રશાંત રસની સ્વીકૃતિ માં માત્ર ધાર્મિક દૃષ્ટિ છે, તેને નાટક કે કાવ્ય સાથે કંઈ સંબંધ નથી એવું મંતવ્ય ડે. એસ. કે. ડેએ દર્શાવ્યું છે. ( Sanskrit Poetics Vol. I p. 36 f. n ) પણ ડો. વી. રાઘવને તેમના આ મંતવ્યનું ખંડન કર્યું છે. (The Number of Rasas, page 23 ).
સેને વિશેષક્રમ : ભરતમુનિએ ગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એ પ્રકારે રસોને ક્રમ આપે છે (ના. શા. ૬/૧૫). અભિનવભારતીમાં તે ક્રમનું કારણ વિગતથી જણાવવામાં આવ્યું છે. શૃંગાર દરેકને અતિ સુલભ અને સુપરિચિત લેવાથી સૌને માટે હદ છે, માટે શુંગરને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. (અનુ. હેમ. વૃત્તિ પૃ. ૧૩૪-૩૫ પર અનુગારસૂત્રના ટીકાકારે પણ આને ઉલ્લેખ કર્યો છે.) હાસ્ય એ શંગારને અનુગામી છે, માટે શૃંગાર પછી હાસ્યનું સ્થાન છે. હાસ્યથી વિપરીત સ્થિતિ કરૂણની છે, એથી તેનું સ્થાન હાસ્ય પછીનું છે. કરુણનું નિમિત્ત રૌદ્રરસ હોવાથી કરુણ પછી રૌદ્રરસનું સ્થાન છે. એ પછી કાળ, અર્થ અને ધર્મપ્રધાન વીરરસ આવે છે. વીરરસનું મુખ્ય કાર્ય ભયભીતને અભય પ્રદાન કરવાનું હે ઈ વીરરસની સાથે તેના વિરોધી ભયાનકને સ્થાન આપવામાં આવે છે. વીર રસના પ્રભાવથી બીભત્સ દશ્ય ઉપસ્થિત થાય છે, એથી ભયાનક પછી બી મન્સને મૂકવામાં આવે છે. કહ્યું છે કે “ અંતમાં અભુતને સ્થાન આપવું જોઈએ.” : પર્યન્ત વાર્તો નિત્યં રસોડમુરઃ || ( ના. શા. ૧૮.૪૩): એથી આઠ રસોમાં છેલ્લું સ્થાન અદ્દભુતનું છે. ત્યાર પછી ધર્મ–અર્થ-કામરૂપ ત્રિવર્ગને સાધનભૂત પ્રવૃત્તિ ધર્મોથી વિપરીત નિવૃત્તિધર્મપ્રધાન અને ટેક્ષફળવાળો શાંત રસ આવે છે. (ના. શા-ગ. ઓ. સિ. પૃ. ૨૬૭). - અ યોગકારસૂત્રકારે શંગારને સ્થાને વીરરસને પ્રથમ સ્થાન આપ્યું છે. એ માટે તેમણે કોઈ કારણ નથી આપ્યું. પણ ટીકાકાર મલધારી હેમચંદ્ર આપેલ કારણ વિશેષ નોંધપાત્ર છે. તેમના જણાવ્યા પ્રમાણે વીરરસને પાઠ પહેલો રાખવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે લોકોને તપ અને કર્મનિગ્રહ કરવામાં જે પ્રેરણાત્મક ગુણ હોય છે તે ફક્ત વીરરસમાં જ હોય છે, હજાર ગુણ કરતાં પણ વધારે પડતો ત્યાગ ગુણ મનાય છે. તપ અને શ્રુત પણ મેક્ષ આપનારાં છે. (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫) વળી, વિચાર કરતાં જણાય છે કે જૈનધર્મના આ આચાર્યો નિજ ધર્મના મહાપુરુષ ભગવાન મહાવીર સ્વામીનું શૃંગાર રસ વિષયક કોઈ ઉદાહરણ મળી શકે જ નહીં તેથી તેને રથાને વીરરસથી જ ક્રમને આરંભ કર્યો હોય. વીરરસની ચર્ચા જો પ્રથમ થાય તો પ્રથમ મહાવીર સ્વામીનું ઉદાહરણ શકય બને. વળી, “મહાવીર”માં “વીર” શબ્દને સમાવેશ થઈ જાય છે. ઉપરાંત, વીરરસના ત્રણે પ્રકારે – ધર્મવીર, દાનવીર, યુદ્ધવીરને સમાવી શકાય તેવું એક જ ઉદાહરણ અને તે પણ મહાવીર સ્વામીનું પ્રથમ આવે તો તે વિશેષ ઉપયુક્ત ગણાય. આથી સૂરકારે વીરરસને પ્રથમ સ્થાન આપ્યું હોય એમ બને. વીર પછી શૃંગાર આવે છે. અદ્દભુત રસ શુગાર પછી તરત જ તેમણે મૂકયો છે. રોદ્રને ક્રમ એ જ રાખે છે; જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org