________________
વિદ્યાલયની વિકાસકથા પ્રૌઢ ભાષામાં ગ્ય શબ્દોમાં અસરકારક રીતે આ ઉપદેશ તેઓશ્રીએ આખા ચાતુર્માસમાં ચાલુ રાખે અને છેવટે તેઓશ્રીના ઉપદેશથી આ વિદ્યાલયની સ્થાપના કરીને નિર્ણય સંવત ૧૯૭૦ ના ફાગણ સુદ પ ને રોજ થયે.” (પૃ. ૫ ૬).
નામ “કઈ પણ વ્યક્તિનું નામ સંસ્થા સાથે જોડવાથી એકદેશીય સંસ્થા થઈ જાય છે. તેથી કાં તે તે ખાનગી ખાતા જેવી થઈ જાય છે અથવા અમુક ગ૭ કે સંપ્રદાયની એક શાખા થઈ જાય છે. તેમ ન થાય તેટલા માટે સંપૂર્ણ વિચાર કરી આ સંસ્થા સાથે આપણું પરમોપકારી ચરમ તીર્થંકર જેમને આપણા ઉપર સીધે આભાર છે તે શ્રી મહાવીર પરમાત્માનું નામ જોડી આ સંસ્થાનું નામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રાખવામાં આવ્યું.” (પૃ. ૭)
સંસ્થાના પ્રેરક પૂજ્ય મુનિશ્રી વલ્લભવિજયજીએ કે મુનિશ્રીની પ્રેરણા ઝીલનાર આગેવાનોએ સંસ્થાની સાથે પિતાને માન્ય એવી કોઈ વિશિષ્ટ વ્યક્તિનું નામ જોડવાને વિચાર ન કરતાં સમસ્ત જન સંઘને માન્ય અને પૂજ્ય પરમાત્મા મહાવીદેવનું નામ જેડયું એમાં એમનાં શાણપણ અને દૂરંદેશી દેખાઈ આવે છે. વિદ્યાલયની લોકપ્રિયતામાં અને એના ઉત્કર્ષમાં આવા સર્વમાન્ય નામનો પણ નોંધપાત્ર હિસ્સો છે એમ કહેવું જોઈએ.
સંસ્થાનું કાર્યક્ષેત્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ પૂરતું મર્યાદિત રાખવા અંગે વિદ્યાલયના પહેલા વર્ષના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે
જૈન કેમની જરૂરિઆત જોતાં આવી સંસ્થા માટે ઘણું મેટા ફંડની જરૂરિઆત દેખાઈ પરંતુ મુંબઈના ઝવેરાત વિગેરે જૈન કેમના મુખ્ય વ્યાપારો તે વખતે ઘણી કફોડી સ્થિતિમાં હોવાથી એકદમ મેટા ફંડની ગોઠવણ થઈ જાય એવા સંયેગો ન દેખાવાથી આ સંસ્થા શ્વેતાંબર વિભાગના મૂર્તિપૂજક જેને માટે રાખવી એવો નિર્ણય થયે. એ પ્રમાણે કરવામાં અન્ય કેમ કે વિભાગ માટે કોઈ પણ પ્રકારને તિકાર અથવા તેઓ તરફ અનભિરુચિ છે એવું કાંઈ છે જ નહીં, પરંતુ આપણી શક્તિ હોય તેટલું જોર કરીએ તો કામ નભાવી શકાય, નહીં તે જલદી થાકી જવાય; વળી જુદા જુદા વિભાગો પિતાનું કાર્ય વધારે સરળતાથી, સંતોષથી અને વગર કચવાટે ચલાવી શકે તે આખરે કેળવણીને પરિણામે જે સસંપની સ્થિતિની અપેક્ષા રાખવામાં આવે છે તે સહેજે પ્રાપ્ત થાય –એ દઢ નિશ્ચય થવાથી અને એવા નિર્ણય ઉપર ફંડની સ્થિતિને આધાર ખાસ રહેતો હોવાથી આ સંસ્થાના કાર્યને વિસ્તાર મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનો માટે રાખવો એ નિર્ણય જનરલ કમિટિએ કર્યો ” (પૃ. ૭-૮)
સંસ્થાની સ્થાપના શુભ નિર્ણય કર્યા પછી સંસ્થા કાર્યશીલ બને એ માટેની આર્થિક તેમ જ બીજી પૂર્વ તૈયારી કરવા માટે નીચે મુજબ નવ સભ્યની એક કામચલાઉ મેનેજિંગ કમિટીની રચના કરવામાં આવી?
(૧) શ્રી રતનચંદ તલકચંદ માસ્તર (૨) શ્રી ગુલાબચંદજી ઠઠ્ઠા, એમ. એ. (૩) શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (૪) શ્રી હેમચંદ અમરચંદ (૫) શ્રી મકનજી જૂઠાભાઈ મહેતા, બેરિસ્ટર–એટ–લે (૬) શ્રી જમનાદાસ મેરારજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org