________________
અનાગ્રહી મહાવીરની સત્યસંશોધનની ઉદાર દષ્ટિ
લેખક : શ્રી રતિલાલ મફાભાઈ શાહ
ભગવાન મહાવીર અહિંસામૂતિ હતા, વીતરાગ હતા; પણ એમને વિશિષ્ટ ગુણ કહે હોય તે એમ કહી શકાય કે એ અનાગ્રહી હતા. એ અનાગ્રહી સ્વભાવને કારણે જ પૂર્વગ્રહોથી મુક્ત બની તેઓ આત્યંતિક સત્યની ખોજ અને પ્રાપ્તિ કરી શક્યા હતા. અને એ માટે એમને અહિંસાની ઊંડી સાધના કરવી પડી હતી.
એ સાધનાને અંતે એમને જણાયું કે જે આપણે આંખો મીંચીને ચાલીએ તો ખાડામાં ગબડી પડીએ યા સામે ટેકરો હોય તે પછડાઈને હેઠા પડીએ. બાકી નથી ખાડો આપણને ગબડાવવા સામે આવતો કે નથી ટેકરો પાડવા માટે આડે પડીને ઊભો રહેતો. મતલબમાં, આપણને જે કંઈ દુઃખ પ્રાપ્ત થયું છે એ આપણી જ ભૂલનું પરિણામ છે; તેમ સુખ પ્રાપ્ત કરવું એ પણ આપણા પોતાના જ હાથની વાત છે. કારણ કે રચે તેળે વૈરાગ્રં–જેણે જે જે કર્મ બાંધ્યું હોય છે, તે તેને ભોગવવું જ પડે છે–વિશ્વનો એ નિયમ અચળ છે. આમ રમના પ્રાયતે ટુર્વ જર્મના પ્રાચતે પુર્વ—દુઃખ કર્મથી જ મળે છે, તેમ સુખ પણ કર્મથી જ મળે છે.
આ રીતે સુખ-દુઃખ પ્રાપ્ત થવું એ આપણું પિતાના જ હાથથી વાત હાઈ ભગવાન કહે છે કે “તુમસેવ તુમ મિત્ત ( ક્રિયા નિત્તનિરજીસ?' –હે માનવ ! તું જ તારો મિત્ર છે, તે પછી શા માટે બહાર ભીખ માંગતે ફરે છે? તારે અભ્યદય, કેઈની–ચાહે એ
શ્વર હોય, દેવ હોય કે દેવી હોય એની પણ કૃપા, યાચાના કે ખુશામત પર નથી આવલંબ તે.:કારણ કે શક્તિનું કેંદ્રસ્થાન તું પોતે જ હોઈ તારા પોતાના પગ પર જ ઊભે રહેતાં શીખ. તું ધારે તે વિશ્વના વહેણને પણ બદલી શકે છે. આમ સુખ-દુઃખના કારણરૂપ કર્મને મહાસિદ્ધાન્ત ભગવંતે શોધી કાઢો હતો.
પણ એ માટે એમણે જણાવ્યું કે સારે કે નરસો વિચાર છેવટે આપણા પિતાના જ માનસ પર શુભ-અશુભ અસર નિર્માણ કર્યા વિના નથી રહેતું; કારણ કે સારી કે માઠી પ્રવૃત્તિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org