________________
વિદ્યાલયની વિકાસકથા ભાવ રાખવો જરૂરી છે. જે સમાજ, રાષ્ટ્ર કે ધર્મમાં જ્ઞાન-વિજ્ઞાનની વિવિધ શાખાપ્રશાખાઓનું વ્યાપક અને તલસ્પર્શી ખેડાણ થતું રહે છે તે શક્તિશાળી અને સમૃદ્ધ બનીને પિતાના અસ્તિત્વને જાજરમાન બનાવે છે, એટલું જ નહીં, વખત આવ્યે એ આગેવાની પણ કરી શકે છે. ગુદ્ધિ તા –જેની બુદ્ધિ એનું બળ—એ કથન સાવ સાચું છે. હૃદય અને બુદ્ધિને વિકાસ કરનાર જ્ઞાન-વિજ્ઞાનની ઉપાસનામાં જે પાછળ રહે છે તે વિકાસયાત્રામાં પણ પાછળ રહી જાય છે.
[૨] અંગ્રેજી શાસનકાળ : વિદ્યાવિસ્તારને યુગ અંગ્રેજોને સંપર્ક અને શાસનકાળ હિંદુસ્તાનને માટે ભારે વિલક્ષણ અને અજોડ નીવડ્યો. એ લકે વેપાર ખેડવા આવ્યા હતા, અને વેપાર ખેડીને બને તેટલું વધુ ધન વિલાયત ભેગું કરવાની એમની નેમ હતી. એ ચાર લોકોએ એ નેમ પૂરેપૂરી પાર પાડી હતી એ વાતનો ઈતિહાસ સાક્ષી પૂરે છે.
પણ, એથીય આગળ વધીને, ચાણક્યબુદ્ધિના વિચક્ષણ અંગ્રેજોને એ સમજતાં વાર ન લાગી કે અનેક ધર્મ, પંથ, વર્ણ, જાતિ અને નાનાં-મોટાં સંખ્યાબંધ રાજ્યમાં વહેંચાયેલા હિંદુસ્તાનના વતનીઓને, એક યા બીજા બહાને, આપ આપસમાં લડાવીને દેશની રાજસત્તા હાથ કરવી, એ આકડેથી મધ ઉતારી લેવા જેવું સહેલું કામ છે. વળી, અત્યાર સુધીના વિદેશી શાસક કરતાં આ અંગ્રેજ શાસકો કંઈક જુદી જ તાસીરના હતા. બીજા કેટલાય વિદેશી શાસકે ભલે અહીં આવ્યા હતા પરદેશથી, પણ મોટા ભાગના છેવટે હિંદુસ્તાનના વતની બનીને અડી જ વસી ગયા હતા, જ્યારે અંગ્રેજે તે હમેશને માટે ઇંગ્લેંડના વતની રહીને જ હિંદુસ્તાન ઉપર રાજ્ય ચલાવવા આવ્યા હતા; અને એ કાર્ય એમણે સફળતાપૂર્વક કરી બતાવ્યું હતું !
પણ વેપાર અને રાજશાસન બનેથી ચડિયાતું લેખાય એવું કામ તો અંગ્રેજોએ ભારતવર્ષના સાંસ્કૃતિક કાયાપલટનું કર્યુંએને મૂંગી, છૂપી અને પ્રશાંત કાંતિ ખુશીથી કહી શકીએ ? એની એટલી બધી ઊંડી અને વ્યાપક અસર ધીમે ધીમે ભારતની સંસ્કૃતિ ઉપર થઈ છે. અંગ્રેજો પિતાની સાથે એવી અદ્ભુત સંસ્કૃતિ લેતા આવ્યા અને એને પ્રસાર એમણે એવી તો સિફતથી દેશભરમાં કર્યો કે, પતંગિયાં સામે દોડીને દીવામાં ઝંપલાવે એ રીતે, આપણે ધીમે ધીમે એ સંસ્કૃતિને વશ થતા ગયા, અને આપણી સંસ્કૃતિને વીસરતા ગયા, તે એટલી હદે કે આપણામાંના કેટલાક તે એને હલકી કે નમાલી પણ માનતા થયા! આજે તો એ પશ્ચિમની ઢબની રહેણીકરણીને અને ત્યાંની સંસ્કૃતિને રંગ કેટલે ઘેર બન્યું છે, એ વાત હવે સમજાવવા જેવી રહી નથી. ઘરના નાના સરખા રસેડાથી લઈને તે લેકસભાના સુવિશાળ સભાખંડ સુધી જ્યાં જુઓ ત્યાં એની જ અસર વ્યાપેલી દેખાય છે.
અંગ્રેજોની સંસ્કૃતિનું ભારતમાં ગૌરવ વધારવામાં અને ભારતીય જનસમૂહ ઉપર એની ઘેરી અસર પાડવામાં તેમ જ અંગ્રેજી રાજશાસનને મજબૂત બનાવવામાં જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org