________________
६
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ-મથ
વશીકરણ ગેયાત્મક-પદ્યબદ્ધ કાવ્યકૃતિનું સમજવું. સૈકે સકે સંખ્યાબંધ જૈન કવિએ નાના– મેાટા અસ`ખ્ય રાસેાની રચના કરવા પ્રેરાતા રહ્યા તે મુખ્યત્વે આ જ કારણે. ગેય કાવ્યની પાંખે ચડેલું કથાવસ્તુ જાણે સહેલાઈથી શ્રોતાના હૃદયપ્રદેશ સુધી પહેાંચી જાય છે.
વિક્રમની એગણીસમી સદીમાં થઈ ગયેલા એક ખ્યાતનામ કવિવર પૉંડિતરત્ન શ્રી પદ્મવિજયજીએ એગણીસમી સદીના ઉત્તરાર્ધમાં રચેલ આવી જ એક આજ સુધી અપ્રગટ કાવ્યકૃતિ-મન-ધનદેવ-રાસ-નું સંપાદન કરીને એને અહીં પ્રગટ કરવામાં આવે છે. આ કાવ્યકૃતિમાં આમ તા અધાય સાહિત્યરસાનો આસ્વાદ મળી રહે છે; આમ છતાં એમાં અદ્ભુતરસનું પ્રાધાન્ય છે; અને તેથી આવી રચના ચરિત્રકથાશૈલી કરતાં પૌરાણિક કથાશૈલીને વધુ અનુસરે છે, એ હકીકત રાસનું વાચન કરતાં સહેજે જણાઈ આવે છે. કવિવર પં. શ્રી પદ્મવિજયજી મહારાજ એમની સુમધુર કાવ્યકૃતિઓ દ્વારા——ખાસ કરીને જુદી જુદી પૂજાઓની રચના દ્વારા——જૈન સંઘમાં આબાલગેાપાલ જાણીતા છે. એમની અનેક કૃતિએને અંતે આવતી ઉત્તમજિનપદ્મપદ્મની સેવા’ જેવી પંક્તિએએ, મુનિવર્ય શ્રી ઉત્તમવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી પદ્મવિજયજી તરીકે, આ કવિરત્નનું નામ જનસમુદાયની જીભે રમતું કરી દીધું છે. મધુર કાવ્યનું સર્જન કરવાની પ્રતિભાનું જાણે એમને વરદાન મળ્યું હતું. ધર્મ અને તત્ત્વજ્ઞાનના કંઈક ગહન વિષયાને તેએ પેાતાની રસળતી, સરળ, કાવ્યવાણી દ્વારા સામાન્ય જનસમુદાય સુધી સહેલાઈથી પહેાંચતા કરી શકે છે.
કર્તા *
આ રાસના કર્તાનું નામ શ્રી પદ્મવિજયજી છે. કર્તાએ રાસને અ ંતે પ્રશસ્તિમાં પેાતાની ગુરુપર’પરા આપેલ છે, તે આ પ્રમાણે છે:
(તપાગચ્છ) શ્રી વિજયદેવસૂરિ વિજયસિ’હસૂરિ
પંડિત સત્યવિજયજી
ખમાવિજય
જિનવિજય
ઉત્તમવિજય
પદ્મવિજય
* આ રાસના કર્તા પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજના પરિચય સાક્ષર શ્રી મેહનલાલ દલીચંદ્ર દેસાઈકૃત “ જૈન ગૂર કવિએ '', ભાગ ત્રીજો, ખંડ પહેલા—એ સુપ્રસિદ્ધ ગ્ર ંથરત્ન (પૃ. ૭૩૭૫)માંથી આભારપૂર્વક અહીં આપવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org