________________
કવિવર પાંડત શ્રી પદ્મવિજયજી વિરચિત
મન-ધનદેવ-રાસ
સ’પાદક : પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિ
ધર્માંપદેશ તેમ જ શાસ્ત્રરચના માટે પણ લેાકભાષાનો આદર એ જૈન સ`સ્કૃતિની ભારતીય સંસ્કૃતિને મહત્ત્વની ભેટ છે. લેાકભાષા તરફના જૈન સંસ્કૃતિના આવા આદર અને ગુણપક્ષપાતભર્યા વલણને કારણે દરેક સૈકામાં જુદા જુદા પ્રદેશોની પ્રચલિત લેાકભાષામાં જૈનધર્મના સાહિત્યના ચારે અનુયાગના ગ્રંથા રચાતા રહ્યા છે. તેમાંય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય પછી તેા ગુજરાતી-રાજસ્થાની ભાષામાં ગદ્ય તેમ જ પદ્ય ખન્ને શૈલીમાં નાની– મેાટી ગણી ગણાય નહીં એટલી બધી કૃતિઓની રચના થઈ છે. (કન્નડ તથા તામિલભાષાનુ પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય પણ જૈન ભિક્ષુએ અને વિદ્વાનોના હાથે જ રચાયેલું છે, એમ એ સાહિત્યના અભ્યાસીઓ કહે છે. ) અને ઉચ્ચ કોટિની સાહિત્યિક રચનાએ દ્વારા લેાકભાષાનું વધુ ને વધુ સામર્થ્ય પ્રગટાવવાનો અને લેાકભાષાના સાહિત્યને વિશેષ સમૃદ્ધ બનાવવાનો આ ક્રમ અત્યારે પણ જૈન સંઘમાં પહેલા જેટલેા જ પ્રચલિત છે. આ પછી તેા સ સામાન્ય વર્ગના વિદ્વાનો અને કવિએ પણ લેાકભાષાનો પૂરેપૂરા આદર કરીને એમાં ઉત્તમ કેોટિની અસખ્ય ગદ્ય-પદ્ય કૃતિએ ઘણા લાંબા સમયથી રચવા લાગ્યા છે.
ધ કથા કહેવી હેાય કે સ'સારકથા કહેવી હાય, એને ત્રણ રીતે આકર્ષક અનાવી શકાય: સરળ અને મધુર ભાષા, સચાટ અને સરસ શૈલી, અને મનને વશ કરી લે અને કુતૂહલ, ઉત્સુકતા અને જિજ્ઞાસાને ઉત્તેજિત કરે એવું કથાવસ્તુ. કથામાં આટલું તત્ત્વ હાય એટલે પછી કથાના વાચકા કે શ્રોતાએ આપમેળે જ વશ થઈ જાય. તેમાંય રચના પદ્ય શૈલીની હાય, ભાષા સુગમ અને મધુર હાય, કથાવસ્તુ ઉત્સુકતા પ્રેરક હાય અને ગાયકને બુલંદ, મધુર અને ભાવવાહી કંઠની ભેટ મળી હેાય, પછી તે ગાયક અને શ્રોતાએ વચ્ચે એવી એકરૂપતા પ્રગટે કે જાણે આ ધરતીનું રૂપ જ બદલાઈ જાય ! આમાં મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org