________________
પ્રમાણુમીમાંસામાં પ્રત્યક્ષની ચર્ચા
જિતેન્દ્ર જેટલી
ભારતીય દર્શનોમાં જુદા જુદા પ્રકારની એકવાક્યતા જોવામાં આવતી હોવા છતાં જે મુખ્ય બાબતોમાં
'પરસ્પરનો મતભેદ છે એમાં પ્રમાણુની સંખ્યા તથા જે પ્રમાણે સ્વીકારવામાં આવ્યાં છે એનાં લક્ષણોમાં પરસ્પર ભિન્નતા જોવામાં આવે છે. આ દૃષ્ટિએ જૈન દર્શનનું પ્રત્યક્ષનું લક્ષણ ભિન્ન હોય એ પણ સ્વાભાવિક છે. આમ છતાં દાર્શનિક ભિન્નતામાં પોતાના જ દર્શનના અન્ય પૂર્વાચાર્યોના લક્ષણ કરતાં પાછળના આચાર્યો જે અનેક વાદવિવાદોને અંતે તે તે પદાર્થનું લક્ષણ આપે છે એમાં પણ ભિન્નતા જોવામાં આવે છે. આ દૃષ્ટિએ જ આપણે “પ્રમાણમીમાંસામાં હેમચંદ્રાચાર્યે આપેલ પ્રત્યક્ષનું લક્ષણ જોઈએ. - પ્રત્યક્ષ અને પરોક્ષ એ પ્રમાણે પ્રમાણુના બે પ્રકાર ગણાવી આચાર્ય હેમચંદ્ર એમની ‘પ્રમાણમીમાંસામાં પ્રત્યક્ષનું લક્ષણ આ પ્રમાણે જણાવે છે:
'વિરાઃ પ્રત્યક્ષમ્ |
પ્રત્યક્ષના આ લક્ષણને સમજાવતાં આચાર્ય કહે છે કે વિશદ અર્થાત સ્પષ્ટ એવો સભ્ય અર્થને નિર્ણય એ પ્રત્યક્ષ જ્ઞાનનું–પ્રમાણનું લક્ષણ છે. આ સૂત્રમાં સમ્યસાચો એવો અર્થનો નિર્ણય એ પ્રમાણ સામાન્યનું જ લક્ષણ ૨ કન્વર્યનિર્ણયઃ પ્રમાણ૫ એમાંથી અનુવૃત્ત કરવામાં આવ્યું છે. આ રીતે પ્રત્યક્ષનું ચાલું લક્ષણ વિરાઃ સમ્પર્ધનિચઃ પ્રત્યક્ષમ્ એવું થયું ગણાય. જૈન દર્શનની દૃષ્ટિએ હેમચંદ્રાચાર્યનું આ લક્ષણ બન્ને પ્રકારના પ્રત્યક્ષને લાગુ પડે છે. અર્થાત એક પ્રત્યક્ષ જેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કે જે પ્રાણીમાત્રને રોજના અનુભવમાં થાય છે એ પ્રત્યક્ષ; બીજું પ્રત્યક્ષ એ મુખ્ય પ્રત્યક્ષ કિંવા કેવલ–પ્રત્યક્ષ જેમાં સ્વરૂપનો-આત્માના પોતાના રૂપનો સ્પષ્ટ આવિર્ભાવ થાય છે તથા જે માત્ર કેવલજ્ઞાનીને થાય છે. આ બન્ને પ્રકારના પ્રત્યક્ષમાં ઘેશા એટલે કે સ્પષ્ટતા એક પ્રકારે સરખી જ રહે છે. વસ્તુત: મુખ્ય પ્રત્યક્ષની સ્પષ્ટતા એ ચોક્કસ રીતે મુખ્ય સ્પષ્ટતા પણ છે.
૧ જુઓ પ્રમાણમીમાંસા, અ૦ ૧, આ૦ ૧, સ. ૧૩, સંપાદક ૫૦ સુખલાલજી સંઘવી, સિંધી જેન ગ્રંથમાલા. ૨ જુઓ એજન સૂ૦ ૧. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org