________________
પ્રમાણમીમાંસામાં પ્રત્યક્ષની ચર્ચા : ૧૫
આ સ્પષ્ટતા એટલે શું એ આચાર્ય આ પ્રમાણે સમજાવે છે. उप्रमाणान्तरानपेक्षेदन्तया प्रतिभासो वा वैशद्यम् ।
અન્ય અર્થાત પ્રત્યક્ષથી ઇતર પરોક્ષ અનુમાન, શબ્દ વગેરે પ્રમાણોની જેમાં જરા પણ અપેક્ષા ન હોય; એટલે તે પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે સ્વાતંત્ર્ય અન્ય પ્રમાણુની મદદની નિરપેક્ષતા એ જ પ્રત્યક્ષનું વૈશદ્ય છે. આ જ લક્ષણને સ્પષ્ટ કરવા અને ખરાબર સમજવા ખીજો પણ વિકલ્પ મૂકે છે. ‘ ફ્ન્તયા પ્રતિમાનો વા’ આ (વસ્તુ) છે એવો પ્રતિભાસ અર્થાત કોઈપણ પદાર્થ વિશે જેમ આંખથી કોઈ પદાર્થને જોઈ ને આ પદાર્થ’ આવો છે એવો જે અનુભવ થાય છે તે અનુભવ એ પ્રત્યક્ષ અનુભવ છે.
આ પ્રકારનો અનુભવ તે જ્ઞાન સાંવ્યાવહારિક-પ્રત્યક્ષમાં તે તે ઇન્દ્રિયથી અથવા તો ઇન્દ્રિય એટલે કે મનથી થાય છે. જ્યારે મુખ્ય—પ્રત્યક્ષમાં કિંવા કેવળ પ્રત્યક્ષમાં આવું પ્રત્યક્ષ યા આવો અનુભવ કોઈપણ ઇન્દ્રિય કે મન વગેરે ઇન્દ્રિયની અપેક્ષા રાખ્યા વિના થાય છે. એ પણ આપણા રોજિંદા પ્રત્યક્ષ જ્ઞાનની જેમ બલકે જે કાંઈક વધારે હોઈ પ્રત્યક્ષનું વૈશઘ્ર એટલે કે સ્પષ્ટતા એમાં પણ છે જ.
આમ હેમચંદ્રે આપેલા અને સમજાવેલા પ્રત્યક્ષના આ લક્ષણમાં પૂર્વાચાર્યોએ આપેલ ખીજા પ્રકારના લક્ષણનો સંક્ષેપમાં હતાં સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે. પોતે કરેલ આ લક્ષણની ચર્ચામાં એમણે અન્ય ભારતીય દર્શનોના પ્રત્યક્ષલક્ષણની પણ ટૂંકી છતાં સંપૂર્ણ ચર્ચા કરી છે. આ રીતે પોતાનું લક્ષણ ટૂંકું હોવા છતાં નિર્દોષ છે એમ પણ એમણે સફળ રીતે સિદ્ધ કરી બતાવ્યું છે. આ ચર્ચામાં એમણે સૌ પહેલાં ન્યાય-વૈશેષિકને અભીષ્ટ એવા ન્યાયસૂત્રકારે કરેલ લક્ષણને તપાસ્યું છે એને આપણે પણ વિચારીએ.
४ इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम् ।
ઇન્દ્રિય અને અર્થ-વસ્તુના સંબંધથી ઉત્પન્ન થએલ, શબ્દથી અવ્યવહાર્ય, અવ્યભિચારિ એવું જે નિશ્ચયાત્મક જ્ઞાન એ પ્રત્યક્ષ એવો અર્થ ‘ ન્યાયસૂત્ર 'ના લક્ષણનો થાય.
હેમચંદ્રાચાર્ય આ સ્થળે દાર્શનિક મતભેદને કારણે ઇન્દ્રિય અને અર્થનો આવો સંબંધ કિંવા સન્નિકર્ષ યોગ્યતાથી અતિરિક્ત હોઈ ન શકે એમ જણાવી. નૈયાકિકો જે રીતે ખન્દ્રિય અને અર્થનો સન્નિકર્ષ માને છે એની સંભવિતતાનું ખંડન કરે કે આ દર્શનમાં દોષ આપે એ પ્રાચીન પરંપરા અનુસાર સહજ છે. પરંતુ આ સ્થળે આચાર્યની સૂક્ષ્મદર્શિતા ખીજા જ પ્રકારની છે. એમણે આ સ્થળે ન્યાય-પરંપરામાં જ અન્ય આચાર્યોએ આ સૂત્રના અર્થમાં ફેરફાર કરી આ લક્ષણ જ ખોટી રીતે ધટાવવાનો પ્રયત્ન કર્યો છે એ પ્રત્યે એમણે જે સ્પષ્ટ અંગુલિનિર્દેશ કર્યાં છે એમાં એમની સૂક્ષ્મદર્શીતા રહેલી છે. .
ઉપરના સૂત્રને ભાષ્યકાર વાત્સ્યાયન આ પ્રમાણે સમજાવે છેઃ ઇન્દ્રિય અને એના સંબંધથી ઉત્પન્ન થતું જે જ્ઞાન એ પ્રત્યક્ષ. આ જ્ઞાન ઇન્દ્રિય અને અર્થથી આ રીતે ઉત્પન્ન થાય છે : આત્માનો મન સાથે સંબંધ થાય છે; મનનો ઇન્દ્રિય સાથે અને ઇન્દ્રિયનો અર્થ સાથે. આમ ત્રણેય પ્રકારના સંબંધથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. સાથે સાથે આ જ્ઞાન અનુભવાત્મક હોઈ ‘ અવ્યપદેશ્ય ’ છે; એટલે કે શબ્દથી એનો વ્યવહાર થતો નથી. શબ્દ કે અર્થનો સંબંધ જાણનારને કે ન જાણનારને ઉપરના ત્રણ પ્રકારના સંબંધથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ પ્રત્યક્ષ છે. કોઈ એને ‘ રૂપને જાણે છે' કે ‘રસને જાણે છે’ એમ સમજાવવા જાય તો એ શાબ્દજ્ઞાન થાય છે. પ્રત્યક્ષ તો અંદર અનુભવાત્મક કે અનુવ્યવસાયાત્મક જે જ્ઞાન છે એ જ જ્ઞાન છે. આ વિશેષણ જ્ઞાનના અન્ય પ્રકારો સંભવિત ન થાય એ માટે છે. આ ઉપરાંત એ અન્યભિયારિ અર્થાત્ અવિસંવાદિ અભ્રમાત્મક હોવું જોઈએ. જેમ કે દૂરથી પાણી જેવું જોઈ ને મૃગજળમાં પાણીનું જ્ઞાન એ ભ્રમાત્મક જ્ઞાન છે, એટલે એ ન્દ્રિય અને એમના
૩ જુઓ એજન ૦ ૧. ૧, ૧૪,
૪ જુઓ ન્યાયસૂત્ર અ॰ ૧. આ૦ ૧. સૂ॰ ૪. ચૌખમ્ભા સંસ્કૃત સિરિઝ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org