________________
વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત ઃ ૧૮૯ ભીમાદિક બાહિર મોકલી, કરિ ઝાલી હુંડિક અકેલી, સા બાલા બોલઈ સુણિ વાત, કહ્યું કેતલા તુઝ અવદાત.
X
કીડી ઉપરિ રસી કટકઈ કીહાં દયા તહ કેરી ગઈ ભયા કરૂ મઝ ઉપરિ ઘણી, પગિ લાગૂ કિંકરિ તહ તણી.
મેઘરાજ:
મોકલિયાં બાહેર ભાય તાય, હુંક કર તવ ભીમ સાહ્ય; વળવળતી ભીમી ઈમ ભાખે, પ્રાણનાથ છે ઈમ કાં દાખે.
કીડી ઉપર કટકી કહેવી ? અબળા ઉપર મહેર કરવી;
હું કિંકર છું રાજન તેરી, પિઉડા ચિંત કરો અબ મેરી. રાસના છેલ્લા, કનકવતી અને વસુદેવના પ્રસંગનું નિરૂપણ પણ મેઘરાજે ઋષિવર્ધનના રાસને અનુસરીને કર્યું હોય એવું સ્પષ્ટ લાગે છે. સરખાવો બંનેની થોડીક પંક્તિઓ: ઋષિવર્ધન : દેવી વી હુઈ પેઢાલ, પુરપતિ હરિચંદ ભૂમિપાલહ,
બેટી કનકાવતી Éઅરિ; રાઈ તસ સંવર મંડાવિલે, ઘનદ લોકપતિ પણિ તિહાં આવિજે,
પરિવરિઉ અમરી અમરિ. તિહિં પરણી વસુદેવ મનોહરિ, યાદવિ ભોગવિલું સુખ સુરારિ,
બારવઈ નગરી જઈએ. મેઘરાજ:
તે દેવી તિહાંથી ચવી, પુર પેઢાલ નિવાસ; હરિચંદ રાજા રાજીઓ, પૂરે પ્રજાની આશ. તે નૃપ ઘર બેટી હુઈ કનકાવતી તસ નામ; અન્યદા તિણ રાયે રચ્યો, સ્વયંવર અતિ અભિરામ. ધનદ લોકપતિ આવીઓ, ધરતો પ્રીતિ અપાર; કનકવતીને પરણિયો, યદુ વસુદેવ કુમાર,
બારવતી નગરી જઈ વિલસે સુખ અશેષ. આમ, આરંભથી તે અંત સુધી, એક નળ અને ફૂબરના અંતિમ યુદ્ધના પ્રસંગ સિવાય, દરેક પ્રસંગનું આલેખન કવિ મેઘરાજે, કવિ ઋષિવર્ધનને અનુસરીને જ કર્યું છે. મેધરાજે કષિવર્ધનના રાસમાંથી કેટલીક પંક્તિઓ અથવા પંકિતખંડો સીધેસીધાં લઈ લીધાં છે, કેટલીક પંકિતઓ થોડાક શાબ્દિક ફેરફાર સાથે લીધી છે, અને કેટલીક વાર મેઘરાજે ઘણુંખરું પોતાના જ શબ્દોમાં, પણ ઋષિવર્ધનની પંકિતઓ લક્ષમાં રાખીને જ પોતાની પંક્તિઓ લખી હોય એમ જણાય છે. જ્યાં જ્યાં ગડષિવર્ધનને કંઈક નવું ઉમેર્યું કે કંઈક છોડી દીધું છે ત્યાં ત્યાં એને અનુસરીને વાચક મેધરાજે પણ તેમ કર્યું છે. આમ, રાસના આરંભથી તે અંત સુધી મેઘરાજે આ પ્રમાણે કર્યું છે, તો પછી એક યુદ્ધનો પ્રસંગ કવિએ પોતાની કલ્પના વડે કેમ ઉમેયોં હશે એવો પ્રશ્ન આપણને થશે. એની ચર્ચા આગળ આપણે કરી છે. પરંતુ
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org