________________
૧૯૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ૨ ઋષિવર્ધનની પંક્તિઓ સાથે સરખાવતાં એક તર્ક કરી શકાય એમ છે. આ પ્રસંગનું નિરૂપણ કરતાં ઋષિવર્ધનને લખ્યું છે:
તિહાં માસ એક રહી સયલ રાય, સેના સિ કીસર્લિ નયરિં જાઈ નલ આવિઉ રજજ સિરિ નિમિત્ત, ફૂબર ભયિ કંપી ફૂડ ચિત્ત.
જઈ જીવી લીધું સયલ રજ, કૂલરનઈ દીધું યૌવરજ. અહીં વર્ણવ્યા પ્રમાણે નળ સેના સાથે કોશલા નગરી જાય છે અને ત્યાં જઈ'(ધૂત)માં રાજ્ય જીતી લીધું એમ કવિએ વર્ણવ્યું છે. અહીં “જઈને બદલે “સૂઝ” અથવા “ઝુઝી” શબ્દ મૂકવાથી નળ સેના સાથે આવ્યો અને યુદ્ધમાં એણે રાજય જીતી લીધું' એવો અર્થ થાય. તો પછી “જઈને બદલે “ઝઝિ” સમજવાને લીધે તે મેઘરાજે યુદ્ધનું વર્ણન નહિ કર્યું હોય, એવો તર્ક કરવાનું મન થાય છે. અલબત્ત, આ તો માત્ર એક તર્ક જ છે અને તેમ કરવાનું કારણ મેઘરાજે પોતાના રાસના કથાવસ્તુ માટે ઋષિવર્ધનના રાસ પર સંપૂર્ણ આધાર રાખ્યો છે અને આ પ્રસંગના આલેખનમાં ઋષિવર્ધનને, બીજા કવિઓની જેમ હૃતિનું વિગતે વર્ણન ન કરતાં, તેનો માત્ર થોડા શબ્દમાં નિર્દેશ કર્યો છે એ છે. વળી, આગળની પંક્તિમાં એમણે “સેના’નો ઉલ્લેખ કર્યો છે. એટલે ચાવી રૂ૫ “જઈ” શબ્દના અર્થમાં સમજફેર થતાં આખો પ્રસંગ બદલાઈ જાય છે. આવી સમજફેર જે કદાચ થઈ હોય તો તેમ થવામાં કોઈ હસ્તપ્રત પણ ભાગ ભજવ્યો હોય એમ પણ બની શકે. અલબત્ત, આ તો માત્ર એક તર્ક જ છે. સંભવ છે કે મેઘરાજે આવી કોઈ સમજફેરથી નહિ પણ પોતાની કલ્પનાથી આ પ્રસંગનું આલેખન કર્યું હોય.
ત્રષિવર્ધનના રાસ પર કથાવસ્તુ માટે આધાર રાખ્યો હોવા છતાં સ્થળે સ્થળે મેઘરાજે વિચાર, વર્ણન, અલંકાર, બોધ, ઈત્યાદિમાં પોતાની કલ્પના સારી રીતે ચલાવી છે અને એમાં આપણને સ્થળે સ્થળે કવિની મૌલિક સર્જનશકિતનું દર્શન થાય છે. એટલે ઋષિવર્ધનને અનુસરવાને લીધે કવિ મેઘરાજમાં સર્જનશકિત કે કલ્પનાશક્તિ જ નથી એમ નહિ કહી શકાય. આ રાસમાં વર્ષાઋતુનું વર્ણન, દવદંતીનું સ્વરૂપવર્ણન, વનમાં દવદંતીને માથે પડેલા દુઃખનું વર્ણન, ભીમરાજના દૂત કુશલાએ ભજવેલા નાટકનું વર્ણન, ફૂબર અને નળના યુદ્ધનું વર્ણન ઈત્યાદિ વર્ણનોમાં કવિની મૌલિક નિરૂપણશક્તિને આપણને સારો પરિચય મળી રહે છે.
આ રાસમાં રહેલી કવિની એવી જ બીજી એક મૌલિક શક્તિ તે વિચારદર્શનની છે. જૈન રાસાઓ સામાન્ય રીતે દૂહા, ચોપાઈ અને જુદી જુદી દેશીઓની ઢાલોમાં લખાયા છે. આ રાસ પણ એ રીતે જ લખાયો છે. એમાં આ રાસની એક નોંધપાત્ર વિશિષ્ટતા એ છે કે ઘણખરા રાસ કવિઓ જયારે દૂહાની પંક્તિઓમાં માત્ર કથાપ્રસંગ વર્ણવે છે ત્યારે મેઘરાજ ઘણુંખરું એમાં સદષ્ટાન્ત સુભાષિત કે મુક્તક જેવી રચનાઓ આપે છે. આ દૂહાઓ કથામાં બરાબર બંધબેસતા મુકાયા છે, પરંતુ તે જુદા તારવી રીતે વાંચી શકાય એવા પણ છે. અને આવા કેટલાક બોધદાયક દૂહાઓ સુભાષિત તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય એવા છે. કવિની ભાષા સરળ છે અને વ્યવહાર જ્ઞાન અને ઉપદેશ આપવાની એમાં રહેલી કવિની વૃત્તિ જોઈ શકાય એમ છે. એકંદરે દરેક ખંડમાં ટાછવાયા લખાયેલા આવા સુભાષિતાત્મક દૂહાઓ તથા ચોપાઈ અને ઢાલોમાં લખાયેલી એવી ઉપદેશાત્મક પંક્તિઓ ખૂબ રોચક અને રાસ માટે ઉપકારક બન્યાં છે. કેટલાક દૂહાઓમાં, અલબત્ત, કથાપ્રસંગો પણ વર્ણવાયા છે. પરંતુ આ રાસ વાંચતાં એકંદરે એવી છાપ પડે છે કે આવી ઉપદેશાત્મક પંક્તિઓ દ્વારા પોતાના વિચારો દર્શાવવાની કવિએ એક પણ તક જતી કરી નથી. જોકે એમ કરવામાં કેટલીકવાર પ્રમાણભાન બરાબર જળવાયું નથી. કોઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org