________________
૩૮૬
આનંદ પ્રવચન દર્શન
મજૂરી કરવાની તથા રખડવાનું હોય તેમાં નવાઈ નથી. છતી આંખે આંખ મીંચીને ચાલે તેનામાં અને આંધળામાં ફેર કર્યો ?
શા એ ચેથી ચક્ષુ છે, કર્મની મજૂરી જાણીએ, સાંભળીએ, માનીએ, પણ આત્માને એની દરકાર સરખી ન રહે, વિચાર સરખે ન આવે, તે પછી જાણનારા-માનનારામાં અને ન જાણનારા, ન માનનારામાં ફેર કર્યો? ચામડાની આંખ (ચર્મચક્ષુ) કેને નથી? મનુષ્ય હો, કે જનાવર હે, ચર્મચક્ષુ તે બધા ધરાવે છે. દેવતાઓ અવધિજ્ઞાન રૂપી ચક્ષુવાળા છે, તેઓ ચર્મચક્ષુવાળાથી વધારે જોઈ શકે છે વિમાનિક દેવ પિતાનાં અવધિજ્ઞાનથી સાતમી નરક સુધી જુએ છે. સર્વાર્થસિદ્ધના દેવો પોતાના અવધિજ્ઞાનથી નીચે અલેક લગભગ સુધી, અને ઉપર સિદ્ધશિલા લગભગ સુધી જુએ છે. ચર્મચક્ષુવાળા નજીકનું દેખે છે, અવધિજ્ઞાનવાળા દૂરનું દેખે છે, પણ બેય રૂપી દે છે.
પિતાના આત્માને, બીજાના આત્માને, ધર્મારિતકાયાદિ અરૂપીને • બતાવનાર કેણ? એ દેખાડનાર તે કેવળ કેવળજ્ઞાન જ છે. જે કેવળીઓની ચક્ષુ છે (સિદ્ધ શબ્દથી કર્મક્ષય કરી મુક્તિએ ગયા, અને જેને શરીર તથા મન નથી, તેવા સિદ્ધ માત્ર અહીં લેવાના નથી, પણ જેઓ કેવળજ્ઞાનવાળા હોય તે ભલે તેરમે ગુણસ્થાનકે હેય કે ભલે ચૌદમે ગુણસ્થાનકે હોય કે મેક્ષે ગયા હોય તે બધા સિદ્ધો લેવા. (સિદ્ધની આવી વ્યાખ્યા અનુગદ્વારમાં સ્પષ્ટપણે જ છે) આથી જગતની ચર્મચક્ષુ, દેતતાની અવધિચક્ષુ અને કેવળીની કેવળચક્ષ છે. ઘાતી કર્મના પ્રાબલ્યને લીધે આપણે અવધિ આદિ ચક્ષુવાળા નથી. ચર્મચક્ષુથી જેટલું જોઈએ એટલું જ માનીએ તે આત્મા પરભવ વગેરે -માનવાનું સ્થાન નથી.
ચેથી ચક્ષુ કઈ? શાસ્ત્ર એ ચોથી ચક્ષ. સાધવઃ ટુરઃ અહીં સાધુ શબ્દથી “મેક્ષ સાધે તે સાધુ” એમ સમજવું, જેઓ, શાસ્ત્રરૂપી ચક્ષુથી દેખાતા હોય તે સાધુ તથા સજન. કેઈ જીવને