________________
૩૮૪
આનંદ પ્રવચન દર્શન
જુવાન કે વૃદ્ધ? બધા જ લીન છે. મનુષ્યમાં જરા મેટે કહે કે ઊ એ કહે તે વર્ગ આબરૂ ઉમેરે છે. નાના કે હલકાવર્ગને આબરૂ હતી ક્યારે કે જવાની છે? આ ચીજોને સથવારે કયાં સુધી ?
જે જ્ઞાતિમાં લગ્ન એ પવિત્ર ગાંઠ ગણાય છે, બંધનકારક ગણાય છે, તે જ્ઞાતિમાં સ્ત્રીના ભરોસે રાખી શકાય છે, તેને ઘરેણું સોપી શકાય છે. કબાટ કે તીજોરીની કુંચી પણ તેને ભળાવી શકાય. છે. જીવનમરણને સંબધ સંધાય છે એમ જાણે છે માટે વિશ્વાસ રાખવામાં આવે છે. પણ મનસ્વી લગ્ન હોય તે ? ભાડૂતી લગ્ન હોય. તે તેને વિશ્વાસ રખાય નહીં, ભાડૂતી મકાનના જેવા ભાડૂતી લગ્નમાં પણ મરજી હોય ત્યાં સુધી સંબધ હોય છે. મેટા મેટા સુરેપીઅોમાં પણ મિસ્ટર અને મિસીનું ખાતુ જુદું હોય છે. એનું કારણ એકજ છે કે તે લગ્ન મરજિયાત સ બંધનું છે. જ્યાં લગ્ન તેવું હોય છે ત્યાં મૂડીને તથા જીવનને ભરોસે રાખી શકાતો નથી.
આપણું કેમમાં જીવન સુધીના ફરજિયાત સંબંધવાળું લગ્ન છે. મરજિયાત સંબંધવાળી લગ્નની ગાંઠ ઉપર ભરોસે રખાય નહિ. ત્યાં તે ઘડીમાં રાગ, ઘડીમાં ઠેષ ! એમ ન થાય, તેથી જ ઊંચી. જ્ઞાતિવાળાઓએ લગ્નની તેની મરજિયાત વ્યવસ્થા રાખી નથી. આ આત્માએ કાયાની સાથે લગ્ન કર્યા છે. આ આત્મા કાયાની આહારાદિપાંચ ચીજ અગર આબરૂ સાથે છ ચીજને વર્યો છે આ પાંચ કે છ વસ્તુ આત્માને અધવચમા રખડાવનાર છે. આત્મા આહારાદિને મૂકવા. માગતા નથી, તો પણ તેણે તેને મૂકીને ચાલી નીકળવું પડે છે.
કર્મની સત્તાને એ કાયદો નિશ્ચિત થઈ ગયો છે કે આત્માએ કાયા સાથે જોડાવું અને વખત ભરાઈ જાય એટલે ચાલી નીકળવું– છૂટા પડવું. આ કાયદામાં કેટલી વખત રેંસાયા? દરેક વખત કાયદાની કરવતમાં કપાયા. દરેક ભવમાં આહાર લીધે, શરીર બાંધ્યું, ઈન્દ્રિયો તૈયાર કરી, વિષ મેળવ્યા, તેનાં સાધને મેળવ્યાં અને. વખત ખલાસ થયો એટલે તરત ખસ્યા !