________________
४४८
આનંદ પ્રવચન દર્શન તેના ગુણોમાં રહેલું છે. બીજાના ભોગે પોતે જીવે. આ વિચારે તે કીડી છે, કારણ કે ત્યારે બીજાના જીવનના ભોગે પણ હું જીવું તેમ હતા. દુનિયામાં જ્યાં સુધી વિવેક નથી હોતે ત્યાં સુધી જીવનના ભોગે જીવું. ગુણે કેમ આવે છે તે ઉપર ધ્યાન દેવાનું. જીવનના. ભેગે જીવવાની જગ્યાએ જીવું ને જીવાડું,
આથી આગળ વધે. મારા જીવનના ભાગે બીજાને જીવાડુંબીજાના જીવનના ભાગે હું જીવું તે અધમ. પણ મારા જીવનના ભેગે હું બીજાને જીવાડું તે ઉત્તમ. અને ૧. હું જીવું ને બીજાને જીવાડું આ ગુણ મધ્યમને હેય તે
જ મનુષ્યપણુ આવી શકે. ૨. મારા જીવનના લોગે જીવાડું તે દેવતાને લાયક. ૩. બીજાના ભેગે જવું તે નરક અને તિર્યંચને લાયક અને ૪. હું જીવું ને બીજાને જીવાડું તે મનુષ્યપણાને લાયક.
રવભાવે પાતળા કાયવાળ, દાનરૂચિવાળ ને મધ્યમગુણવાળો હોય તે મનુષ્યપણું મેળવી શકે. આ માટીની મિલકત લઈને પેઢી માંડી છે. પણ માટીની દુકાનનો વિચાર ક્યારે કર્યો? આપણે ઈન્દ્રિયોના વિષયોને વિચાર કરીએ છીએ પણ આપણે મિલકતનો વિચાર કરતા. નથી તે વિચાર કેણ કરાવે છે ? તે તે એક ધર્મ જ કરાવે. છે. પરંતુ ધર્મ દરેક આસ્તિક એ માન્યા છતાં તેના ભેદોને પાર નથી. ને તેથી કેવી રીતે ઓળખવે ? બાવાજી નાવા ગયા. પાસે હતી લોટી ત્યારે ત્યાં આગળ રેતમાં તે દાટી. નાહીને આવે ત્યારે દાટેલ લોટીની જગ્યાની ખબર પડે તેથી ત્યાં રેતીની ઢગલી કરી. તેવી રીતે જેટલા. નાહવા આવ્યા, તે દરેકે ત્યાં ઢગલી કરી. હવે બાવાજી નાહીને આવ્યા, ત્યારે મારી ઢગલી કઈ તે સમજવી મુશ્કેલ થઈ. ધર્મની ઢગલીઓ, બધાએ કરી પણ તત્ત્વવાળી ઢગલી કઈ ? આ ધર્મની પરીક્ષા. કષ, છેદ અને તાપથી થાય છે. આથી કષ, છેદ અને તાપથીધર્મની પરીક્ષા કરીને ધર્મ કર જોઈએ.