________________
૪૩૮
આનંદ પ્રવચન દશન ન ભરાય તે ઇચ્છા તે શાની ભરાય? પૂરણ ગર્તા એટલે જેમ પૂરીએ તેમ ખાડે ને ખાડે રહે, એવું દુનિયામાં સદા ચાલે છે. કૂવાને અંગે જેમ ચણનારો નીચે ઊતરે તેમ ઈરછા, સંકલ્પ વિકલ્પ એવી ચીજ છે કે “જેમ મળે તેમ ખાડે વધે.” એક રૂપિયે જેની પાસે છે, તેને પૂછીએ કેટલા રૂપિયા જોઈએ છે? તે તે કહેશે કે ૧૦૦. ખાડે ૯૯, ૧૦૦ વાળાને ૧૦૦૦, ૧૦૦૦ વાળાને ૧૦૦૦૦ જોઈએ, પછી લાખ જોઈએ. વેપાર કરે તે ખાડે પુરાય, પણ સંકલ્પમાં તે વેપાર કર્યો કે તે ખાડે વો !
એવી રીતે આહારના સંકલ્પ-વિકલ્પમાં જઈએ. એકેન્દ્રિયમાં આહાર કેટલે હતે? બેઈન્દ્રિયમાં તેનાથી વળે, તેઈન્દ્રિયમાં ચૌરીઈન્દ્રિયમાં વગેરેમાં વધતે ને વધતું જાય છે. અને પંચેનિદ્રયમાં પણ તેથી અધિક વધે છે. આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે ધ્યાનમાં આવશે કે શાસ્ત્રકારેએ તપસ્યા પર જોર શા માટે દીધું હશે ? આહાર સંજ્ઞાથી છૂટવું હોય તે આહારમાં ઉતારતા ચાલે.
એક મનુષ્યને આપણા ઉપર અત્યંત પ્યાર હોય, ગળે તે વળગતે હોય, તેમાંથી છૂટવું હોય ત્યારે ધીમે ધીમે છૂટીએ છીએ, એવી રીતે આહાર અનાદિથી વળગેલો છે, એને સર્વથા છોડ છે. મેક્ષમાં ગયા પછી આહાર કરવાનું નથી. આહાર છેડયા વગર મેક્ષ મળતું નથી.
કેટલાક મહાનુભવે કહે છે કે તપસ્યા એટલે લાંઘણ ખેંચવી. જ્ઞાનીઓને શ્વાસોશ્વાસમાં કર્મક્ષય થાય તે તેણે તપસ્યા શું કામ કરવી ? હજુ આવું કહેનારા સાચે રસ્તે આવ્યા નથી. આપણે જ્ઞાની બનવું છે? શાને માટે ? ખાવાની છૂટ લેવા ! અજ્ઞના માટે તપસ્યા કરવાનું શા માટે ? તીર્થકર મહારાજા ચાર જ્ઞાનવાળા છતાં તેમણે તપસ્યા કરી. તમારી દષ્ટિએ તમે તેમને જ્ઞાની માને તેવા જ્ઞાનીએ પણ તપસ્યા કરી છે. માટે જ્ઞાનીએ એક્કસ તપસ્યા કરવાની જરૂર છે. અજ્ઞાની શરીરનું દુખ સહન ન કરી શકે.