________________
૪૨૪
આનંદ પ્રવચન દર્શન આવે છે, શરીરમાં સેયા ભેંકાવાય છે, આ તમામ શાથી? શરીરનું સમર્પણ શરીરના અભ્યાસીને થાય છે. તો પછી આત્મહિન કરવું હોય તેણે આત્માને ઓળખી, આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવનાર, આત્માને ઓળખાવનાર શ્રી જિનેશ્વરદેવના વચન પ્રમાણે જ વર્તવું જોઈએ.
શરીર માટે ડોકટર કહે તેમ વર્તવામાં ગુલામી નથી માનતા, તે અહીં ગુલામી શાથી માને છે ? જે કર્મબંધનનાં કારણે જણાવે, કર્મ રોકવાનાં તથા નિર્જરાના ઉપાયો બતાવે અને તેમ કરવામાં આવે તે આત્માની દશા સુધરે. તેને શરણે જઈ આત્મા સુધારવામાં વિલંબ કેમ થાય છે? કે વિપરીતતા કેમ છે? વૈદ્ય, હકીમ કે ડોકટરના કથનથી વિપરીત ચાલનાર માતને નોતરે છે. વૈદ્ય તેલ–મરચું ખાવાની ના કહે છતાં વ્યાધિગ્રત મનુષ્ય તે ખાય છે તેથી નુકસાન થાય, તેમ જ્ઞાનીના વચન પ્રમાણે ન કરવામાં આવે તે નુકસાન જ થાય,
- બુદ્ધિ તો સંસ્કારની ગુલામડી છે. જમાના મુજબ ફેરફાર થાય છે કે નહીં. જમાનાની સાથે બધી વસ્તુ પલટાય છે એમ નથી. અનાજને બદલે ધૂળ ખાઓ છે ? તીર્થકરેએ ધર્મ બતાવ્યું છે, બનાવ્યું નથી. એ યાલમાં રાખે. સાધન ફરે, સાધ્ય ન ફરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે
એકને નડતા હોય તે બધાને નડવા જોઈએ ને ? | (સભામાંથી) જમાને બુદ્ધિવાદને છે. બુદ્ધિ એ સંસ્કારની તે ગુલામડી છે. હીટલરની નજીકમાં બોમ્બ ફાટયે, તે બચી ગયે, તે શું કહે છે? પરમેશ્વરે જ મને બચાવે.” હું જે કરી રહ્યો છું તે પરમેશ્વરને જરૂર ગમે છે અને તેથી જ તેણે મને બચાવ્યો. બીજી પ્રજા ઉપર રાજ્ય કરનારાઓ પણ કહે છે: “ઈશ્વરે જ અમને બીજી પ્રજા ઉપર રાજ્ય કરવા સર્યા છે.
હવે આવું કહેનારાએ બુદ્ધિમાન નથી એમ તે નથીને ? એમનું આ કથન સ્વીકાર્ય લાગે છે ? તે માનવું છે ?
ત્યારે તાત્પર્ય એ છે કે ગમે તે બુદ્ધિમાન મનુષ્ય પણ વચને તે સંસ્કાર મુજબનાં જ કાઢે છે ને? શુદ્ધ માર્ગ પણ સારા સંસ્કાર