________________
આનંદ પ્રવચન દર્શન
અંતરાત્મા કોને કહેવાય? આ જીવ પણ પુદ્ગલરાગી હોય છે ત્યાં સુધી હાડકાના કકડા તરીકે જગતના પુદગલેને ગ્રહણ કરે છે. અને તેમાં સુખ માને છે. પણ એને ભાન નથી કે એ સુખ શાતા વેદનીય પુણ્ય પ્રકૃતિનું છે. જે પુગલે લેહી પેદા કરે છે, તે પુગલો અજીર્ણાદિ પણ કરે છે, જ્યારે શાતા વેદનીયને ઉદય હોય ત્યારે એ જ પુદગલો ખાધું પચાવે. અને શરીરમાં લેહી ભરે પણ અશાતા વેદનીયને ઉદય હોય ત્યારે એ જ પુદ્ગલો તાવ વગેરે લાવી લેહને બગાડે અને કમી કરે, તેમજ શક્તિને હણ નાંખે.
આ જીવે અનાદિકાળથી મહેનત કરી તે વાત ખરી પણ તે. પુદ્ગલ માટે કરી છે. પોતાના આત્મા માટે નહીં. શાસ્ત્રકાર આટલા જ માટે કહે છે કે, “હે જીવ! તું બહિરાત્મા ન બન, અંતરાત્મા બન.” “શાસ્ત્રકાર દિશા બદલવા સૂચન કરે છે.
જે જીવ પુદ્ગલ એ જ પંડ માને, તેના આધારે પ્રવૃત્તિનિવૃત્તિ કરે તે બહિરામા.
અને પુદ્ગલ તથા આત્માને ભિન્ન માને, સુખ દુઃખના કર્તારૂપે શાતા, અશાતાના ઉદયને, તથાવિધ પુગલોને માને તથા સર્વજ્ઞનાં કહેલાં વચન પ્રમાણે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે તે અતરાત્મા.
આબરૂ કેવી ? દુનિયાનું દષ્ટાંત, રોજ વ્યવહારમાં નજરે તરતું દષ્ટાંત વિચારે તે વસ્તુ તરત સમજાય. આઠ દશ વર્ષના છોકરાને પૂછે કે આબરૂ,
વળી, કોળી, પીળી, ભારે કે હલકી ? એના તરફથી કર્યો જવાબ. મળશે? સારા જવાબની આશા રાખવી નિરર્થક છે કેમ કે તે બિચારો માત્ર ખાવા પીવામાં, પહેરવા, ઓઢવામાં, નાચવા-કૂદવામાં, રમતગમતમાં જ સમજે છે. “આબરૂ” એ ચીજ શું છે એનું એને જ્ઞાન નથી, તે ભાન તે હોય જ કયાંથી ? “આબરૂ' એ વસ્તુ બાળક માટે સમજણના વિષયની બહાર છે. આબરૂ રહી તેયે શું અને ગઈ તોયે શું ? એમ બાળક તે માને કેમ કે આબરૂને ઓળખતે જ