________________
૪૧૦
આનંદ પ્રવચન દર્શન. પૂરતી જ, તેથી વધારે નહિ” પેટરૂપી વેપારી એ છે કે કેઈપણ તેને માલ આપે, તેને તેને વાંધો નથી મગ આપે કે ચણ આપે ? કાચા આપો કે પલાળેલા આપે છે તે તે પિતાને જોઈએ તેટલું લે છે અને તેની ઈચ્છા પ્રમાણે જ તેને જે માલ આપે, તે તે વેપારી એ બધો માલ પચાવી પણ શકે છે. પરંતુ જે વાંધો છે તે માત્ર ચાર આંગળની જીભડી રૂપ આ દલાલણનો ? એ ચાર આંગળની દલાલણને મઝા કરાવવા માટે મીઠું, મરચું ખારૂં, ખાટું, તીખું બધું જોઈએ. છે એ દલાલણના લાડ પૂરા કરવાની પાછળ કેટલાય જીવોનો સંહાર થઈ જાય છે, તે આપણે જોતા નથી
હવે જે તમે એમ જ માનતા છે કે બધા આત્મા સમાન છે. તે પછી તમે મરચાંના જીવાત્માઓને નિર્દય બનીને ઘાત કરી શકો ખરા કે? અહીં કેઈ એવો સવાલ કરશે કે શું કરે? આ સઘળા જીવો છે એ જાણ્યા છતાં પણ માણસને સ્વરક્ષા અથે આ જીને. ઘાત કરવો પડે છે, કારણ કે જે તે એવું ન કરે તે જીવે શી રીતે ? એ પ્રશ્નને જવાબ એ છે કે “તમારે અનશન કરવું જોઈએ પણ. ધર્મમાં તમે ફેરફાર કરી શકે નહિ” ધર્મ સર્વ કાળને માટે એક સરખે છે અને એક જ સરખા સ્વરૂપવાળે પણ છે. તે તમારી આંખેના જેવો અચળ છે. આંખ ઉપર માલિકી તમારી પોતાની છે, છતાં આંખે તમારી સગવડ ખાતર આગળને બદલે પાછળ આવી. જતી નથી. જેમ તમારી આંખે પણ તમારી અગવડ–સગવડને સંભાળતી. નથી, તે જ પ્રમાણે ધર્મ પણ તમારી અગવડ–સગવડને સંભાળવા તૈયાર હેત નથી. અનાદિકાળથી જે ધર્મ એક જ સ્વરૂપે રહેલે છે, તે ધર્મ તમારી સગવડતા ખાતર ફેરવાઈ જવાને નથી. જો તમે તમારા જીવ જે જ બીજાને જીવ ગણતા હે તો દાળ, ભાત, શાક તમે ખાઈ શકે કે કેમ એ તમારે વિચારવાનું છે. જે માણસ પોતાના પિસાના ભલાને ખાતર બીજાનું હજાર રૂપિયાનું નુકસાન કરે છે તે માણસને તમે કેવા ગણે છે ? તે પછી પિતાના ક્ષણિક સંતેષની ખાતર જે બીજા અસંખ્ય જીવોનો સંહાર કરે છે તે માણસને પણું. તમે કે શેતાન માનશે ?