________________
જિન કોણ ?
૪૦૭ માટે જ તે માનવદેહ કહેવાય છે એ જ પ્રમાણે વાયુનું સ્વરૂપ પલટાવને જે જે આત્માએ તેને પાણી રૂપે સર્જે છે–પલટયું છે તેને અપકાય કહીએ તે તે કેવળ વાસ્તવિક છે. જેઓ પાણુને જ તત્વ માની રહ્યા છે અને પાણીના પણ ન પૃથક્કરણ કરી શકાય તેવા પરમાણુઓ હોવાનું જ માને છે તેઓ સ્પષ્ટ રીતે અજ્ઞાનને જ સેવી રહ્યા છે કે બીજું કાંઈ ?
નિયાયિકે અને વશેષિકેએ પરમાણુની કેવા પ્રકારની વ્યાખ્યા કરી છે તે હવે વિચારે. નૈયાયિકે કહે છે કે જે સૂક્ષમ રજને છઠ્ઠો. ભાગ છે તે જ પરમાણુ છે અને મીમાંસકે કહે છે સૂફમ રજને જે ત્રીસમે ભાગ છે તે પરમાણુ છે. એ પરમાણુઓના નાના પરમાણુઓ અશક્ય છે. હવે આગળ વાત કરે. હાલના વિજ્ઞાન પ્રમાણે એક નાનામાં નાના સૂક્ષ્મ કણના બે કરોડ અને ૬૯ લાખ કણિયા યાને બારીક પરમાણુ થાય છે બાહ્ય શેાધને આધારે નીકળેલું આ પ્રમાણ છે અને તે પ્રમાણે પ્રત્યક્ષ વિજ્ઞાને સાબિત કર્યું છે. તે હવે વિચાર કરજે કે તૈયાયિક અને વૈશેષિકોને સાચા માનવા કે તેમને કલ્પનાના ઘોડા દોડાવનારા માનવા?
સુરેપનું વિજ્ઞાન હજી વધારે દૂર જઈ શક્યું નથી. તે દૃશ્ય વસ્તુઓ સુધી જ જઈ શકયું છે, પરંતુ વૈજ્ઞાનિક શોધખેાળથી પણ જૈન વિજ્ઞાન આગળ વધેલું છે. જૈન શાસ્ત્રકારોએ અનંતા સુમ પરમાણુ માન્યા છે. અને એવા અનંતા સૂમ પરમાણુ એકઠા થાય ત્યારે એક વ્યવહાર પરમાણુ બને એમ જણાવ્યું છે. આવા અસંખ્ય વ્યવહાર પરમાણુ એકઠા થાય ત્યારે નજરે દેખી શકાતો કણ બને છે. પરમાણુના સ્વરૂપને જ જેઓ પ્રતિપાદતા હતા તેમનું જ્ઞાન. કેવું મિથ્યા હતું તે વાત આજે ખૂલ્લી પડી જાય છે સમય સરખી કાળની બારીકી અને આકાશ સરખી પ્રદેશની બારીકી જે તીર્થંકરભગવાને જણાવેલી તે જ આજે સારા સંસારને માનવી જ પડે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ સંસારમાં કોઈ સર્વજ્ઞ હોય તો તે માત્ર તીર્થકર ભગવાને છે.