________________
૮. નક્ષત્રની રેગ ઉપર અસર કૃતિકા નક્ષત્રમાં દારૂણ જવર અને પિત્તની વ્યાધિ ઉત્પન્ન થાય છે.
જે કૃતિકાના પ્રથમ ભાગમાં પગ ઉત્પન્ન થાય તે દસ દિવસ સુધી પીડા રહે છે.
જે કૃતિકાના બીજા ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે પણ દસ દિવસ સુધી પીડા રહે છે.
જે કૃત્તિકાના ત્રીજા ભાગમાં પીડા ઉત્પનન થાય તે પાંચ દિવસ સુધી પીડા રહે છે.
(૨) જે રેહિ નક્ષત્રના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે નવ રાત સુધી પીડા રહે છે, બીજા ભાગમાં અઢાર દિવસ અને ત્રીજા ભાગમાં દસ દિવસ સુધી પીડા રહે છે.
મૃગસશના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે પાંચ રાત સુધી પીતા રહે છે, બીજા ભાગમાં બાર દિવસ સુધી, ત્રીજા ભાગમાં એક મહિના સુધી પીડા રહે છે અને પછી મૃત્યુ થાય છે.
આદ્રા નક્ષત્રના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે એક પખવાડીયા સુધી રહે છે. બીજા ભાગમાં રોગ થાય છે તે બાર દિવસ સુધી રહે છે અને ત્રીજા ભાગમાં થાય છે તે માણસ બચત નથી.
પુનર્વસુ નક્ષત્રના પ્રથમ અશમાં આવેલા તાવ ત્રણ પખવાડીયા સુધી રહે છે. બીજા અંશમાં આવેલ વીસ દિવસ રહે છે. ગજ અશમાં આવેલ એકવીસ દિવસ રહે છે. શ્રી જતીન્દ્ર મૂહર્ત દર્પણ
* ૫૦૧