________________
- - ૫૧ ગ્રહની દ્રષ્ટિ બળ - पश्यन्ति पादतो वृद्धयो भ्रातृव्योम्नी त्रित्रिकोणके। चतुरस्र त्रियं स्त्रीवन्मतेनायादिनावपि ॥ -
અથ - દરેક ગ્રહ પિતા પોતાના સ્થાનથી ત્રીજા અને દશમા સ્થાનને એક પાક દષ્ટિથી નવમા અને પાંચમા સ્થાનને બે વાર દષ્ટિથી, ચેથા અને આઠમા સ્થાનને ત્રણ પાદ દષ્ટિથી જુએ છે. અને સાતમા સ્થાનને ચાર પાદ દૃષ્ટિથી જુએ છે. કેટલાક આચાર્યોનો એ પણ મત છે કે પહેલા અને અગ્યારમાં સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે. બાકીના બીજા, છઠ્ઠા અને બારમા સ્થાનને કેઈ ગ્રહ દેખતા નથી. | ગ્રહો સાતમા સ્થાનને પૂર્ણ પ્રષ્ટિથી જુએ છે કે બીજા કોઈ થાનને પણ પૂર્ણ દષ્ટિથી જુએ છે ? તે સ્પષ્ટતા. पश्येत् पूर्ण शनिर्भातृ व्योम्नी धर्मधियो गुरुः । . चतुरस्र कुजोऽन्दु-बुध शुक्रास्तु सप्तमम् ।।
અર્થ - શનિ, ત્રીજા અને દશમા સ્થાનને, ગુરૂ, નવમાં અને પાંચમા સ્થાનને, મંગળ, ચેથા અને આઠમા સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે ? - [, રવિ, સેમ, બુધ અને શુક્ર એ ચાર ગ્રહો પિતાના સથાનથી સાતમા સ્થાનને જ પૂર્ણ દૃષ્ટિથી જુએ છે.
જેમ કે ત્રીજા અને દશમા સ્થાન પર ગ્રહની એક પાદ દષ્ટિ છે, ત્યાં શનિની તે પૂર્ણ દણિ છે.
નવમા અને પાંચમા, ચોથા અને આઠમા (થા સાતમા સ્થાન પર જેમ અન્ય ગ્રહની અનુક્રમે બે પાદ, ત્રણ પાદ અને પૂર્ણ દષ્ટિ છે, તેમ શનિની પણ છે, તેથી શનિની એકપાદ દષ્ટિ કે પણ સ્થાન પર નથી.
- નવમા અને પાંચમા સ્થાન પર અન્ય ગ્રહોની બે પાદ દષ્ટિ છે, ત્યાં ગુરુની તે પૂર્ણ દષ્ટિ છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ