________________
બીજા અને બારમા સ્થાનમાં જે પાપગ્રહો એકત્ર થયેલા હોય તે માતા માટે ભયપ્રદ છે અને ચોથા અને દશમાં સ્થાનમાં હોય તે પિતા માટે ખરાબ છે.
જેને પાપગ્રહની વચ્ચે, લગ્ન રહેલું હોય અને ચન્દ્રમાં પાપયુક્ત હોય તેમજ બીજા સ્થાનમાં શુભ ગ્રહ ન હોય પણ પાપગ્રહ રહેલ હોય તેની માતા સાત દિવસમાં મૃત્યુ પામે છે. चतुर्थे हन्यते माता दशमे च तथा पिता । सातेमे भवने क्रूरास्तस्य भार्या न विद्यते ।। शन्यङ्गारक मध्यस्थ सूर्यः कुर्यात् पितुर्वधम् । मध्ये वा रजनी नाथा मातुर्मणमादित् ।६। चन्द्रादष्ट मगे पापे चन्द्रे पापसमन्विते । पाप बंलिप्कै . संदृष्ट सद्यो भवति मातृहा ।७। लग्नस्थाने यदा जीवा धनस्थाने शनैश्चरः । राहुश्च सहजस्थाने माता तस्य न जीवति ।।
અર્થ - થે રહેલો કુર ગ્રહ માતાને, દશમે રહેલો કુરગ્રહ પિતાને અને સાતમે રહેલે, કુરગ્રહ પત્નીને ઘાતક નીવડે છે.
શનિ અને મંગળની વચ્ચે સૂઈ રહેલે હોય તે પિતાને અને તે બંને ગ્રહોની વચ્ચે ચન્દ્રમાં રહેલો હોય તે માતાને નિઃસંદેહ મારે છે.
જેને ચન્દ્રમાથી આઠમે પાપગ્રહો રહેલા હોય અને ચન્દ્રમાં પાપગ્રહયુક્ત હોય તથા બળવાન પાપગ્રહ ચન્દ્રમાને દેખતા હોય તે તેની માતા તત્કાલ મૃત્યુ પામે છે.
જેને જન્મ લગ્નમાં હસ્પતિ, બીજા સ્થાનમાં શનિ અને ત્રીજા સ્થાનમાં રાહુ હેાય તેની માતા જીવતી નથી. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ