________________
પરદેશી યુવતીને પરણવાને યોગ
પરદેશથી આવેલ યુવક કન્યા જોઈએ છે, આ મતલબની જાહેર ખબરે વારંવાર વર્તમાન પત્રમાં પ્રકાશિત થાય છે.
ભારતની કેટલીક કન્યાઓ પરદેશથી આવેલા યુવકોને પસંદ કરતી નથી પરદેશથી આવેલા યુવકેમા પરદેશના છબરડા હોવાની માન્યતાના કારણસર ભારતની યુવતીઓ આવું વલણ ધરાવે છે.
આપણે ભારતના કેટલાક યુવાન પરદેશમાં પરદેશી છોકરીને પરણુ લે છે તેને વિચાર કરીશુ. તે અંગેના કેટલા નિયમ નીચે પ્રમાણે જોવા મળ્યા છે.
આ નિયમો રજુ કરતા પહેલા એક હકીક્તનું સ્પષ્ટીકરણ કરી દઉ કે આ નિયમો પરદેશ ગયેલી વ્યકિતઓને લાગુ પડે છે
ભારતમાં પરણીને જે વ્યકિતઓ પરદેશ ગઈ હોય, તેમની કુંડળીમાં નીચેના નિયમો લાગુ પડતા હોય તે આ પ્રકારની વ્યક્તિઓ પરદેશ જઈને પરદેશી યુવતીઓ સાથે લફરાં કરે છે.
જે વ્યકિત પરદેશ ગઈ હોય અને પરણેલી ન હોય તે વ્યક્તિની જન્મ કુંડળીમાં નીચેના નિયમો લાગુ પડતા હોય, તે તે વ્યકિત પરદેશમાં પરદેશી કન્યા સાથે લગ્ન કરે છે
જે વ્યકિત ભારતમાં રહેતી હોય અને આ નિયમે તેની કુંડળીને લાગુ પડતા હોય તે તે પ્રેમ લગ્ન કરે છે અને પોતાની જ્ઞાતિ છોડીને બીજી જ્ઞાતિમાં પરણે છે.
વાચકોએ જ્યોતિષના નિયમો દિવેક બુદ્ધિને ઉપગ કરીને લાગુ પાડવા જોઈએ.
આ નિયમો નીચે પ્રમાણે છે.
(૧) સાતમા સ્થાનને અધિપતિ બારમે હોવો જોઈએ તે સ્વગ્રહી હોય તે બહુ જ બળવાન ગણાય.
વિભાગ પહેલો ૧૬૮ :