________________
તારા બળ જેવાની રીત આ અગાઉ આપેલી છે.
આરંભ સિદ્ધિ પેજ ર પ્રમાણે કસુ છે અને મછઠ એ રંગને વિષે તથા સોનાના દાગીના વિષે મગળ તથા રવિ સારા છે.
અને લેહાના, પત્થરના તથા સીસાના પદાર્થો માટે શનિવાર સારો છે.
આરંભ સિદ્ધિ પેજ પ૭ પંચક વ્યવહાર સારી મા કહ્યું છે કેઘનિષ્ઠા ઘન રાશાય, ગાળો શતતાર पूर्वाया दडयेत् राजा, उत्तरा मरणं ध्रुवम् ।। अग्निदाह श्चरेवत्या मित्येतत् पंचक फ्लम् ।
અથ :- ધનિષ્ઠા નક્ષત્રમાં કાર્ય કરવાથી ધનને નાશ થાય છે, શતતારકામાં કરવાથી પ્રાણુને નાશ થાય છે, પૂવોલાદપદમાં કરવાથી રાજા દકે છે, ઉત્તરા ભાદ્રપદમાં કરવાથી નિશ્ચિત પણે મૃત્યુ થાય છે અને રેવતીમા કરવાથી અગ્નિ દાહ થાય છે.
આ પ્રમાણે પંચકનું ફળ જાણવું.
ઉપર મુજબ પંચામા મૃત કાર્ય કરવાનો નિષેધ છે. પણ કોઈ અકસ્માત મરણ થાય તે તે મૃતદેહના હાથ પગ છેદીને બાંધવા એમ લહલ કહે છે.
પણ ગરૂડ પુરાણમાં તેને દહન કરવાની વિધિ નીચે પ્રમાણે છે.
દર્ભના ચાર પૂતળા કરીને તે મૃત દેહની સાથે રાખવા અને તેને પણ મૃત દેહની સાથે બાળી નાખવાં, જે એમ ન કરે તે પુત્ર અથવા બીજા સગાત્રીને નાશ થાય.
કોઈ મતથી શ્રવણથી પાચક રેવતી સુધી ગયું છે.
અને કેઈ મતે ધનિષ્ઠાનાં બે ચરણ ગયા પછી રેવતી સુધી પાચક ગણે છે. ૧૫૪
વિભાગ પહેલે