________________
જ્યારે મિથુન રાશિને ચન્દ્ર હોય, ત્યારે ચાંદી અળસી અને રૂ માં ૩ ટકા તેજી થાય તથા રાહુ હોય ત્યારે મોટી તેજી થાય, અને ગુરૂ હોય ત્યારે રૂ માં ૧૨ ટકા મંદી થાય અને સૂર્ય હોય ત્યારે ૧૦ ટકા મંદી થાય. શુક્ર હોય ત્યારે ૬ ટકા મંદી અને બુધ હોય ત્યારે ૩ ટકા મંદી થાય.
મિથુન રાશિને ચન્દ્રમાં પાંચ દિવસમાં ૩ ટકા તેજી કરે. મિથુનને સૂર્ય રૂમાં તેજી પછી મંદી કરે, ચાંદીમાં તેજી લાવે. મિથુનને મંગળ રૂમાં તેજી કરે, ચાંદીમાં વધ ઘટ કરે. મિથુનને બુધ ૧૭ દિવસમાં ચાંદી તથા રૂમાં વધ ઘટ કરે, મિથુનને શુક્ર શરૂમાં ચાંદીમાં વધઘટ કરે, પછી મંદી કરે. મિથુનને ગુરૂ પહેલાં મંદી કરે, પછી ૩૦ ટકા તેજી કરે.
જ્યારે કર્ક રાશિનો ગુરૂ હોય ત્યારે રૂમાં મોટી તેજી આવે અને બુધ હોય, ત્યારે રૂમાં ૬ ટકા મદી થાય.
સિંહ રાશિનો બુધ હોય, ગુરૂ હાય યા સૂર્ય હોય, ત્યારે પાંચ ટકા તેજી કરે.
જ્યારે કન્યા રાશિને ગુરૂ હોય, ત્યારે રૂમાં અઢી ટકા મંદી કરે, ચન્દ્ર હોય તે પાંચ ટકા મદી કરે, શુક્ર હોય, તે ૧૨ ટકા મદી કરે અને બુધ, ગુરૂ, શુક્ર સાથે હોય ત્યારે ૧૫ ટકા મંદી કરે,
શનિ વક્રી હોય તે ભારે તેજી આવે, મીનમાં સૂર્ય-બુધ સામેલ થયેલા હોય, તે મદી આવે,
કુંભ રાશિને સૂર્ય હોય તે તેજી આવે. અને બુધશુક હોય તે મદી લાવે. કુંભરાશિને મંગળ હોય તે તેજી આવે.
માહ સુદ પૂનમના દિવસે ગ્રહણ હોય, તે રસ કસવાળા પદાર્થોને સંગ્રહ કરવાથી લાભ થાય.
બુધવારના દિવસે વૃશ્ચિક સંક્રાન્તિ હોય, તે અનાજના ભાવ વધે, ગુરૂવારના દિવસે હેય, તે રસ કસવાળા પદાર્થોમાં મંદી થાય. શુક્રવારની સક્રાન્તિ હોય, તે ઘી અને ચોખામાં મંદી આવે.
વિભાગ પહેલો