________________
અનુવાદકની પ્રશસ્તિ –
(હરિગીત) આ ગ્રન્થ શ્રી સીતલપ્રસાદે મૂળ હિન્દીમાં એક અનુવાદ ગુર્જરી વાણીમાં નિજ પરહિતાર્થે અહિં કર્યો. એ ઓગણીસે બાણ વિક્રમ વર્ષમાં પૂર્ણ થયે, સુ વસંતપંચમીને દિને, પ્રભુચરણ પુષ્પાંજલિ બને, ગુરુ રાજ શરણે, સંત ચરણે, દિવ્ય આશ્રમ ધામમાં સન્માર્ગ સાધક સંગમાં, સત્સંગ રંગ તરંગમાં. તેનું શ્રવણ વાંચન મનન, પરિણમન ઉરમાં આદરે; નિજ સહજ સુખ સંપત્તિ, શાશ્વત શાંતિસ% સદા વરે, અંતિમ મંગળમાં નમું, ગુરુ રાજચન્દ્ર કૃપાનિધિ જે સહજ સુખ સિદિ વર્યા. વળી તર્યા દુઃખભદધિ, રાગાદિ વર્ષ જીવનમુક્ત દશાવિશે ઉદ્યત થયા;
વીતરાગ માર્ગ પ્રકાશીને, સહજાત્મરૂપે સ્થિર થયા. સંવત ૧૯૯૨ના મહા સુદ પંચમી. (વસંતપંચમી) તા. ૨૮-૧-૧૯૩૬
શ્રી સહજસુખ-સાધન સંપૂર્ણ
श्रीसद्गुरुचरणार्पणमस्तु ।