________________
રહ્યું છે, રહેવાનું છે તે એની સખતે આવાં કાર્યો કરવા તને શોભે છે? તું જાણે છે કે આ શરીરરૂપ ઘર પડવાનું નથી, તને મરવાને ડર નથી; હે મૂઢ ! તું ભ્રમમાં ભૂલી વ્યર્થ કુલાઈ પ્રસન્ન થઈ ફરે છે. હે અચેત ! તું ચેત. આજે ચેતવાને અવસર અને સ્થાન છે. કાલે તે આ દેહરૂપી પિંજરામાંથી જીવરૂપી પક્ષી ઊડી જશે. વિકટ ભવસિંધુ તારૂ તારિકે તારૂં કૌન,
તાકે તુમ તીર આયે દેખ દષ્ટિ ધરી કે, અબકે સંભારતે પાર ભલે પહુચત હે,
અબકે સભારે વિન બૂડત હે તરિકે બહરિ ફિર મિલ ન એસો સંજોગ કહ્યું,
દેવ ગુરુ ગ્રન્થ કરિ આયે યહીં ધરિ છે, તાહિ તૂ વિચાર નિજ આતમ નિહારિ હૈયા, ધારિ પરમાત્મા વિશુદ્ધ ધ્યાન કેરિકે ૭
. (શત અષ્ટોત્તરી.) આ વિકટ ભવ સમુદ્રને તરવા માટે તારનાર કોણ? તેને કાંઠે તું આવેલું છે તે દષ્ટિ કરી છે. હવે અત્યારે તેને સંભારવાથી તું પાર ઊતરીશ. તેને અત્યારે સંભાર્યા વિના આ કિનારે આવેલા તુ બૂડીશ. દેવ, શાસ્ત્ર અને ગુરુના પ્રતાપે તેને હૃદયમાં ધરવાથી જે આ સંગ મળ્યો છે તે ફરી મળ દૂર્લભ છે તેથી ભગવતીદાસ કહે છે કે હે ભાઈ! તું આ વિચાર કર. નિજ આત્માને જાણ પરમાત્માનું વિશુદ્ધ ધ્યાન કર. ધૂઅન ધૌર હર દેખિ કહાં ગર્વ કરે,
યે તે છિન માહિ જાઈ પૌન પરસત હી, સંધ્યાકે સમાન રંગ દેખત હી હેય ભંગ,
દીપક પતંગ જૈસે કાલ બરસત હી, સુપનેમેં ભૂપ જૈસે ઈંદ્ર ધનુ રૂપ જૈસે, '
સબૂદ ધૂપ જૈસે દૂરે દરસત હી,