________________
૬૩૪
पर्यन्तविरसं विद्धि दशधान्यच्च मैथुनम् । योषित्संगाद्विरक्तेन त्याज्यमेव मनीषिणा ॥६-१॥
જે સ્ત્રીના સંગથી વિરક્ત છે એવા બ્રહ્મચર્યપ્રેમી વિચારવાન છ દશ પ્રકારના મૈથુનને અવશ્ય ત્યાગ કર જોઈએ. મૈથુનનું ફળ અંતમાં બહુ દુખદાયક જાણે
आयं शरीरसंस्कारो द्वितीयं वृष्यसेवनम् । तौर्यत्रिकं तृतीयं स्यात्संसर्गस्तुर्यमिष्यते ॥७-११॥ योषिद्विषयसंकल्पः पञ्जमं परिकीर्तितम् । तदङ्गवीक्षणं षष्ठं संस्कारः सप्तमं मतम् ॥८-१२॥ पूर्वानुभोगसंभोगस्मरणं स्यात्तदष्टमम् । नवमं भाविनी चिन्ता दशमं वस्तिमोक्षणम् ।। ९-११ ।।
દશ પ્રકારના મૈથુન આ છે –(૧) શરીરને શણગારવું, (૨) પુષ્ટ રસનું સેવન કરવું, (૩) ગાયન, નૃત્ય, કે વાત્ર દેખવું, સાંભળવું, (૪) સ્ત્રીઓની સંગતિ, (૫) સ્ત્રીઓના વિષયના સંકલ્પ કરવા, (૬) સ્ત્રીઓનાં અગપાંગ દેખવાં, (૭) દેખેલા સાંભળેલા પ્રસંગના સંસ્કાર મનમાં વારંવાર તાજા રાખવા, (૮) પૂર્વના ભાગનું સ્મરણ કરવું, (૯) કામગ મેળવવાની ભવિષ્ય સંબંધી ચિંતા કરવી, (૧૦) વીર્યનું સ્મલિત થવું. स्मरदहनसुतीव्रानन्तसन्तापविद्धं
भुवनमिति समस्तं वीक्ष्य योगिप्रवीराः। विगतविषयसङ्गाः प्रत्यहं संश्रयन्ते
प्रशमजलधितीरं संयमारामरम्यम् ।। ४८-११ ।। આખા જગતને કામરૂપી અગ્નિના પ્રચંડ અને અનંત સંતાપથી પીડિત દેખીને વિષયથી વિરક્ત એવા ગીશ્વરે પ્રતિદિન સંયમરૂપી ઉદ્યાનથી શોભાયમાન એવા પ્રશમરૂપ સાગરના કિનારાને જ આશ્રય લે છે. બાહ્યથી કામથી વિરક્ત થઈને અંતરંગમાં આત્માનુભવ કરે છે.