________________
૪૯૦
યહ ન ધર્મ જગમેં પ્રગટ, દયા દુદું જગ પેખિયે; “ભૈયા” સુવિચક્ષન ભવિક જન, જૈન ધર્મ નિજ લેખિયે. ૩
જિનધર્મ પચીસિકા વીતરાગ ધર્મનું રહસ્ય દષ્ટિ સમ્યક થવાથી જણાય છે. વીતરાગ ધર્મનું રહસ્ય મૂઢ મિથ્યાદષ્ટિ કેવી રીતે જાણી શકે ? ન જ જાણી શકે. વીતરાગ ધર્મનું રહસ્ય મુક્તિ માર્ગગામી છ પામે છે. વીતરાગ ધર્મનું રહસ્ય ત્રણલોકના નાથ એવા ભગવાન પ્રકાશે છે. આ વીતરાગધર્મ જગતમાં સ્વદયા અને પરદયા રૂપે સુપ્રસિદ્ધ છે અને તેની દયાથી આ લોક પરલોકને વિષે છો સુખ પામતા જણાય છે. તેથી ભૈયા ભગવતીદાસ કહે છે કે હે સુવિચક્ષણ ભવ્યા! વીતરાગધર્મ પિતાને (આત્માનો) છે એમ જાણે.
સવૈયા ૨૩, જો જિનદેવકી સેવ કરે જગ, તાજિનિદેવ આપ નિહાર, જે શિવલેક બસે પરમાતમ, તાસમ આતમ શુદ્ધ વિચારે આપમે આપ લખ અપને પદ, પાપ પુણ્ય દુદું નિરવારે, સે દિવસે સેવક હૈ જિય, જે ઈહિ ભાંતિ ક્રિયા કરતા. ૧૨
જિનધર્મ પચીસિકા
આ જગતમાં જે જિનદેવની ઉપાસના કરે છે, તે જિનદેવ સમાન પિતાનું આત્મસ્વરૂપ છે એમ જાણે છે. પિતાને આત્મા મુક્તિને વિષે વિરાજતા એવા સિદ્ધ પરમાત્મા સમાન શુદ્ધ છે એમ વિચારે છે, પોતાના આત્માને આત્મારૂપ જ જાણે છે, આત્મસ્વરૂપને જ પિતાનું પદ માને છે અને તેથી ભિન્ન એવા પાપ પુણ્યના કન્ડને ત્યાગે છે. આ પ્રકારની ક્રિયા જે છ કરે છે તે જ વીતરાગદેવના સાચા સેવક છે.