SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ પ્રવૃત્તિ થાય છે ત્યારે શુભ યોગેને પણ નિરોધ થઈ જાય છે અને પૂર્ણ સવાર થાય છે. सुद्धवजोगेण पुणो धम्म सुक्कं च होदि जीवस्स । तम्हा संवरहेदू ज्ञाणोत्ति विचिंतये णिचं ॥ ६४ ॥ શુદ્ધ ઉપયોગથી જ આ જીવને ધર્મધ્યાન કે શુધ્યાન થાય છે માટે કર્મોને રેવાનું કારણ ધ્યાન છે એમ નિત્ય વિચારવું જોઈએ. (૫) શ્રી કુન્દકુન્દ્રાચાર્ય દર્શનપાહુડમાં કહે છે - दसणभट्टा भट्टा दसणभट्टस्स पत्थि णिव्वाणं । सिझंति चरियभट्टा दसणभट्टा ण सिज्झ ति ॥ ३ ॥ જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ (રહિત) છે તે જ ભ્રષ્ટ છે. કારણ કે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છવને કદી નિર્વાણને લાભ થઈ શકતું નથી. જે ચારિત્રથી ભ્રષ્ટ છે પરંતુ સમ્યકત્વથી ભ્રષ્ટ નથી તે ફરી યથાર્થ ચારિત્ર પાળીને સિદ્ધ થઈ શકશે પરંતુ જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તે કદી પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે નહિ. छह दव्व णव पयत्था पंचत्थी सत्त तच्च णिहिट्ठा । सद्दहइ ताण एवं सो सहिट्ठी मुणेयव्वो ॥ १९ ॥ જે જીવાદિ છ દ્રવ્ય, પાચ અસ્તિકાય, જીવતત્વ આદિ સાત તવ, અને પુણ્ય પાપ સહિત નવ પદાર્થ એ સર્વનું યથાર્થ સ્વરૂપ શ્રદ્ધાનમાં લાવે છે તેને જ સમ્યગ્દષ્ટિ જાણવા છે. जीवादी सहहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तं । ववहारा णिच्छयदो अप्पाणं हवइ सम्मत्तं ॥ २० ॥ વ્યવહારનયથી જીવાદિ તનુ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. પરંતુ નિશ્ચયનયથી પિતાને આત્મા જ સમ્યગ્દર્શનરૂપ છે અથવા શુદ્ધ આત્મા જ હુ છુ એવું શ્રદ્ધાન સમ્યકત્વ છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે, (૬) શ્રી કુન્દકુન્દાચાર્ય મેક્ષપાહુડમાં કહે છે –
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy