________________
૪૩૦.
रागा दोसो मोहो हास्सादि-णोकसायपरिणामो । थूलो वा सुहुमो वा असुहमणोति य जिणा वेति ॥ ५२ ॥
રાગ, દ્વેષ, મોહ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ સંબંધી સર્વ તીવ્ર કે મંદ પરિણામ અશુભ મનના ભાવ છે એમ જિનેન્દ્ર કહે છે.
भत्तित्थिरायचोरकहाओ वयणं वियाण असुहमिदि । वंधणंछेदणमारणकिरिया सा असुहकायेत्ति ॥ ५३ ॥
ભજન, સ્ત્રી, રાજા અને ચેર વિષેની એ ચાર વિકથાઓ કરવી તે અશુભ વચન જાણે. બાંધવું, છેદવું, મારવું આદિ કઈ પ્રત્યે કષ્ટપ્રદ કામ કરવું તે કાયાની અશુભ ક્રિયાઓ છે.
मोत्तूण असुहभावं पुव्वुत्तं णिरवसेसदो दव्वं । बदसमिदिसीलसंजमपरिणामं सुहमणं जाणे ॥ ५४ ।।
પહેલાં કહ્યાં તે સર્વ અશુભ ભાવ અને દ્રવ્યોને છેડીને જે પરિણામ અહિંસાદિ વ્રત, ઈર્યા આદિ સમિતિ, શીલ સંયમમાં અનુરકત છે તેને શુભ મન જાણે. संसारछेदकारणवयणं सुहवयणमिदि जिणुदिह । जिणदेवादिसु पूजा सुहकार्यत्ति य हवे चेठा ।। ५५ ॥
જે વચનેથી સંસારના છેદનાં સાધન બતાવાય તે શુભ વચન છે એમ જિનેન્ટે કહ્યું છે. શ્રી જિનેન્દ્રદેવની પૂજા, ગુરુભકિત, સ્વાધ્યાય, સામાયિક, સંયમ તથા દાન આદિમાં પ્રવર્તન કે ઉત્તમ તે શુભ કામ છે.
सुहजोगस्स पवित्ती संवरणं कुणदि असुहजोगस । सुहजोगस्स गिरोहो सुद्धवजोगेण संभवदि ॥ ६३ ॥
શુભ મન વચન કાયાના યોગમાં પ્રવૃત્તિ કરવાથી અશુભ ગોઠારા થતો આસવ રેકાઈ જાય છે અને જ્યારે શુદ્ધોપાગમાં