________________
छेदणभेदणडहणं, णिच्छलणं गालणं छुहा तण्हा । भक्खणमहणमलणं, विकत्तणं सीदउण्डं च ॥१५८शा ! 'जं अत्ताणो णिप्पडियम्मो बहुवेदणहिओ पडिओ। बहुएहि मदो दिवसेहि, चडयडतो अगाहो तं ॥१५८४॥ रोगा विविधा बाधाउ, तह य तिव्वं भयं च सव्वत्तो । तिव्वा उ वेदणाओ, धाडणपादामिधादा य ॥१५८५॥ इच्चेवमादि दुक्खं, अणंतखुत्तो तिरिक्खजोणीए । जं पचो सि अदीदे, काले चितेहि तं सव्वं ॥१५८७||
હે મુનિ! તે તિર્યંચગતિમાં અનેક પ્રકારની વેદનાઓ ભોગવી - છેર–લાઠી, ડફણાં ને ચાબુકેનો માર ખાધ છે; શાને ત્રાસ સવો છે; બંધનનું, નાક વીંધાવાનું, હાથપગ બધાવાનું, પીંજરામાં પુરાવાનું તીવ્ર દુખ સહ્યું છે; કાન-નાક છેદાવાનું, શસેથી વી ધાવાનું, ઘસડાવાનું આદિ કષ્ટો પણ અનુભવ્યાં છે; ઘણે ભાર ઉપાડવાથી હાડકાં પણ ભાગ્યાં છે; અતિઘણે સામાન પીઠ પર ઊચકી ઘણે દૂર સુધી રાત દિવસ ચાલવું પડવાથી વેદના પામ્યો છે; અગ્નિમાં બળવાનું, જલમાં ડૂબવાનું, પરસ્પર ભક્ષણ થવાનું, ભૂખ, તરસ, શરદી, ગરમી આદિ તીવ્ર વેદનાનું, પીઠ ગળી જવાનું, નિર્બળ થઈ કાદવમાં પડી રહેવાનું, તીવ્ર તાપમા પડી રહી તપવાનું આદિ અનેક પ્રકારનાં કષ્ટ તે સહ્યાં છે. જે જે દુખો તું પામે છે તેને વિચાર કર. તુ વિવિધ વ્યાધિએને ભેગા થયા છે, ચારે બાજુથી ભયથી ડરતો રહ્યો છે, દુષ્ટ મનુષ્ય અને પશુઓ તરફથી તીવ્ર કષ્ટ પામે છે, વચનને તિરસ્કાર સહ્યો છે, પગેને માર ખાઈ–પગ નીચે કચડાઈ દીર્ધકાળ સુધી દુઃખી થયા છે. એવા અનેક દુક અનતવાર તિર્યંચ નિમાં ભૂતકાળમાં ભોગવ્યાં છે, એ બધાને હે મુનિ! હવે તું વિચાર કર. |
देवत्तमाणुसत्ते जं ते जाएण संकयकम्मवसा । दुक्खाणि किले सा वि य, अणतखुत्ता समणुभूदं ॥१५८८।।