________________
આ ગુણસ્થાન બન્યાં છે. આત્મામાં નિશ્ચયનયથી તે નથી. અશુદ્ધ નિશ્ચયનય અથવા વ્યવહારનયથી એ ગુણસ્થાન આત્મામાં કહેવાય છે, મેહનીયકર્મના મૂલ બે ભેદ છે. એક દર્શનમેહનીય, બીજુ ચારિત્ર મેહનીય દર્શન મોહિનીના ત્રણ ભેદ છે. મિથ્યાત્વ, સમ્યગમિથ્યાત્વ અને સમ્યફત મેહનીય. એનું કથન આ અધ્યાયની શરૂઆતમાં થઈ ગયું છે. ચારિત્ર મેહનીયના પચીસ ભેદ છેઃ
ચાર અનંતાનુબંધી કૅધ, માન, માયા, લેભ-દીર્ઘકાળ સ્થાયી, કાઠનતાથી મટે તેવા, જેના ઉદયથી સમ્યગુર્શન કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થતું નથી તેના હઠવાથી પ્રગટ થાય છે તે
ચાર અપ્રત્યાખ્યાનાવરણ કષાય–કેટલોક કાળ રહે તેવા ક્રોધાદિ, જેના ઊદયથી એક દેશ શ્રાવકનું ચારિત્ર ગ્રહણ કરી શકાતું નથી તે.
ચાર પ્રત્યાખ્યાનાવરણ કષાય–જે ક્રોધાદિના ઉદયથી મુનિને સંયમ ગ્રહણ કરી શકાતું નથી.
ચાર સંજ્વલન ક્રોધાદિ તથા નવનેકષાય–ને =નહિ જેવાઅલ્પકષાય હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય,જુગુપ્સા, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ–એના ઉદયથી પૂર્ણ ચારિત્ર (યથાખ્યાત) થતું નથી.
ચૌદ ગુણસ્થાનકેનાં નામ:– ૧) મિથ્યાત્વ, (૨) સાસાદન (૩) મિશ્ર, (૪) અવિરત સમ્યકત્વ, (૫) દેશવિરત, (૬) પ્રમાવિરત, (૭) અપ્રમતવિરત, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂત્મસાપરાય, (૧૧) ઉપશાંતમૂહ, (૧૨) ક્ષીણુમેહ, (૧૩) સોગ કેવલી જિન, (૧૪) અયોગ કેવલી જિન. * (૧) મિથ્યાત્વ ગુણસ્થાન–જયાં સુધી અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વકમો ઉદય ચાલુ હોય છે ત્યાં સુધી મિથ્યાત્વ ગુણસ્થાન રહે છે. આ શ્રેણિમાં છવ સંસારમાં લિપ્ત ઇન્દ્રિયોને દાસ બહિરાત્મ, આત્માની શ્રદ્ધા રહિત, અહંકાર મમકારમાં ફસેલ રહે છે શરીરને જ આત્મા માને છે. પ્રાયે સંસારી છેવ આ શ્રેણિમાં હોય છે