________________
૩૭૪
છે, પોતાનો સ્વભાવ માનતા નથી. કદાચિત અજ્ઞાનીની અપેક્ષાએ જ્ઞાની કુટુંબનું પાલન, જપ, તપ, પૂજા, પાઠ, વિષયાગ આદિ મન, વચન, કાયાનાં શુભઅશુભ કાર્ય ઉત્તમ પ્રકારે કરે છે, પ્રમાદ કે આળસથી કરતા નથી, તે પણ હું કર્તા છું એવા મિથ્યાત્વથી દૂર રહે છે. જેમ નાટકમાં પાત્ર નાટક ભજવતે છતાં તે નાટકના ખેલને ખેલ જ સમજે છે. તે ખેલમાં કરેલાં કાર્યોને પિતાના મૂલ સ્વભાવ૨૫ ગણતો નથી. નાટકને પાત્ર ખેલ દેખાડતી વખતે જ પિતાને રાજા કહે છે. તે સમયે પણ પિતાની મૂળ પ્રકૃતિને ભૂલતા નથી અને ખેલની પછી તે પિતાના મૂળરૂપે જ વર્તન કરે છે. બ્રાહ્મણને પુત્ર પિતાને બ્રાહ્મણ માનતો હોવા છતાં ખેલમાં રાજાને પાઠ ઘણું ઉત્તમ રીતે ભજવે છે છતાં હું રાજી થઈ ગયા એમ માનતો નથી. સંસારને નાટક સમજીને વ્યવહાર કરવો એ જ્ઞાનીને સ્વભાવ છે. સંસારને પિતાનું જ કાર્ય સમજવું, અને વ્યવહાર કરવો તે અજ્ઞાનીને સ્વભાવ છે. એટલા માટે અજ્ઞાની સંસારને કર્તા છે, જ્ઞાની સંસારના કર્તા નથી. અજ્ઞાની સંસારમાં ભ્રમણ કરશે. જ્ઞાની સંસારથી ત્વરાથી મુકત થઈ જશે. તે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં સંસાર કાર્યોને આત્માનું કર્તવ્ય માનતા નથી, કષાયના ઉદયવશ લાચારી ભર્યું કાર્ય જાણે છે.
(૫) ભોક્તા છે—જેવી રીતે નિશ્ચયનયથી આ જીવ પિતાના સ્વાભાવિક ભાવને કર્તા છે તેવી રીતે તે પિતાના સ્વાભાવિક જ્ઞાનાનંદ કે સહજસુખને ભોક્તા છે. અશુદ્ધ નિશ્ચયનયથી હું સુખી, હું દુ:ખી એ રાગદ્વેષરૂપ વિભાવને ભોક્તા છે, વ્યવહારનયથી પુણ્ય પાપ કર્મોના ફળને ભોક્તા છે. હું સુખી, હું દુઃખી એ ભાવ
હનીય કર્મના ઉદયથી થાય છે. રતિ કષાયના ઉદયથી સાંસારિક સુખમાં પ્રતિભાવ અને અરતિ કષાયના ઉદયથી સાંસારિક દુઃખમાં અપ્રીતિભાવ થાય છે. આ અશુદ્ધભાવ કર્યજનિત છે. માટે સ્વભાવ નહિ પણ વિભાવ છે. આત્મામાં કર્મસંયોગથી આ ભાવ થાય છે.