________________
૩૬૨
છે. સંવર અશુદ્ધતાને રોકવા અને નિર્જરા અશુદ્ધતાને દૂર કરવાને ઉપાય બતાવે છે, મોક્ષ બ ધરહિત શુદ અવસ્થાને બતાવે છે. આ સાત તત્ત્વ ઘણું ઉપયોગી છે, તેને બરાબર જાણ્યા વિના આત્માને કર્મરૂપ રોગ મટી શકતો નથી. આ સાત તત્તની સાચી શ્રદ્ધા વ્યવહાર સમ્યગ્દર્શન છે, તેના મનનથી નિશ્રય સમ્યફદર્શન થાય છે. એટલા માટે એ નિશ્ચય સમ્યકત્વ થવામાં બાહ્ય નિમિત્ત કારણ છે. અંતરંગ નિમિત્ત કારણ અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ કર્મને ઉપશમ થવો કે દબાઈ જવું તે છે.
જીવ અને અજીવ તત્વ, જીવ અને અજીવ તત્તમાં ગર્ભિત છ દ્રવ્યો સરૂપ છે, સદાથી અને સદા રહેવાવાળા છે. તેમને કેઈએ બનાવ્યા નથી, તેમને કદી નાશ થવાને નથી. આ વાત પ્રત્યક્ષ પ્રગટ છે કે આપણી ઈન્દ્રિયોદ્વારા પ્રગટ જાણવા યોગ્ય પુગલ દ્રવ્ય છે. તેની પરીક્ષા કરવામાં આવે તે સિદ્ધ થાય કે તે સત છે, અવિનાશી છે, કદી નાશ થઈ શકતું નથી. એક કાગળને જોઈએ તો પુદ્ગલસ્ક ધ છે. તેને બાળી દેવામાં આવે તે રાખ થઈ જાય, રાખને ક્યાંક નાંખી દેવામાં આવે તે બીજી રાખમાં મળી જશે, એ રાખને કેાઈ શૂન્ય કરી શકશે નહિ. એક સુવર્ણની વીંટીને વિચાર કરી તેને તોડીને વાળી બનાવવામાં આવે, વાળી તોડીને કંઠી બનાવવામાં આવે, કંઠી તેડીને નાકની નથ બનાવવામાં આવે, નથ તેડીને કડું બનાવવામાં આવે. ગમે તેટલી દશા પલટાઈ જાય તો પણ સુવર્ણ પુગલને કદી પણ નાશ નહિ થાય. માટીને એક ઘડો છે. તે ઘડે. ભાગી નાખવામાં આવે તે મોટા દીકરાં બની જાય. ઠીકરાને ભાગી નાખીએ તે નાના ટુકડા બની જશે, તેને દળી નાખીએ તો બારીક ભૂકી થઈ જશે. ભૂકીને ફેંકી દઈએ તો માટી ભેગી મળી જશે. માટીની ગમે તેટલી અવસ્થાઓ પલટાય તે પણ માટીરૂપ મુગલસ્કંધને.