________________
૩૦૮
• स्वात्मानं स्वात्मनि स्वेन ध्यायेत्स्वस्मै स्वतो यतः। । षट्कारकमयस्तस्माद्ध्यानमात्मैव निश्चयात् ॥ ७४ ॥
આત્મધ્યાની ધ્યાતા આત્મા પિતાના આત્માને પિતાના આત્મામાં પોતાના આત્મા વડે પિતાના આત્માને માટે પિતાના આત્માથી ધ્યાવે છે. વસ્તુતઃ નિશ્ચયથી છ કારકમય આ આત્મા જ ધ્યાનસ્વરૂપ છે. संगत्यागः कषायाणां निग्रहो व्रतधारणं । मनोऽक्षाणां जयश्चेति सामग्री ध्यानजन्मने ॥ ७५ ।।
સર્વ સંગ પરિત્યાગ–અસંગપણું, કષાયેનો નિગ્રહ, વ્રત ધારવા તથા મન અને ઈદ્રિયને જય એ ચાર વસ્તુ ધ્યાનની ઉત્તમ સામગ્રી છે. संचितयन्ननुप्रेक्षाः स्वाध्याये नित्यमुद्यतः । जयत्येव मनः साधुरिन्द्रियार्थपराङ्मुखः ॥ ७९ ॥
જે સાધુ ઇદ્રિના વિષયથી વિમુખ થઈ–વૈરાગ્યવંત થઈ અનુપ્રેક્ષાઓનું ચિતવન કરતાં નિત્ય સ્વાધ્યાયમાં ઉદ્યમિત રહે છે તે મનને જીતી લે છે. स्वाध्यायः परमस्तावज्जयः पंचनमस्कृतेः । पठनं वा जिनेन्द्रोक्तशास्त्रस्यैकाग्रचेतसा ।। ८० ॥
ઉત્તમ સ્વાધ્યાય એ પાંચ પરમેષ્ટિ ભગવાનના નમસ્કાર મંત્રને જાપ છે અથવા એકાગ્ર ચિત્તથી જિનેશ્વર કથિત શાસ્ત્રનું વાંચન છે. स्वाध्यायाद्धयानमध्यास्तां ध्यानात्स्वाध्यायमामनेत् । ध्यानस्वाध्यायसंपत्त्या परमात्मा प्रकाशते ॥ ८१ ।।
સ્વાધ્યાય કરતાં કરતાં ધ્યાન અવસ્થામાં પ્રવેશ કર-સ્થિર થવું જોઈએ; ધ્યાનમાં સ્થિર ન રહેવાય તો સ્વાર્ષીયમાં મન લગાડવું. એમ ધ્યાન અને સ્વાધ્યાયની પ્રાપ્તિથી જ પરમાત્મસ્વરૂપ પ્રકાશમાન થાય છે.