________________
'' ૪. પરિગ્રહાનંદી – તૃષ્ણવાન થઈને અન્યાયથી બીજા
ને દુખ દઈને પણ ધનાદિ પરિગ્રહ એકત્ર કરવાની તીવ્ર લાલસા સેવે છે તે પરિગ્રહાનદી રૌદ્રધ્યાની છે. પરિગ્રહાનદી સ્ત્રીઓ અને ભાઈઓને યોગ્ય હક પણ નાબુદ કરી (દબાવી) લક્ષ્મી પિતાની કરવા ચાહે છે. તે બીજાઓને પિતાથી વિશેષ પરિગ્રહ જોઈ નિરંતર એવી ભાવના ભાવે છે કે કાં તો મારું ધન વધી જાય અગર આ ખીજાઓનું ધન નાશ પામે. પરિગ્રહાનદી ધર્મ સેવન માટે અવકાશ કાઢતે નથી. ધર્મ કરવાના અવસરે ધન સંચયના આરંભમાં જ મચી રહે છે. પરિગ્રહની પ્રાપ્તિ માટે ભારેમાં ભારે પાપ કરવામાં પણ તેને ડર લાગતું નથી, તિરસ્કાર કે ગ્લાનિ લાવતા નથી. અત્યંત તૃષ્ણાવત થઈને જગતના મનુષ્ય અને પશુઓને દુઃખદાયક વ્યાપારને આરભ કરે છે. વૃદ્ધ થયા છતાં ધનની આશા છોડતું નથી. પરિગ્રહના મેહમાં આંધળા થઈ રહે છે પરિગ્રહાનદીને જે કઈ વખત ધનની કે કુટુંબની હાનિ થઈ જાય છે તે ઘેર વિલાપ કરે છે. પ્રાણ છોડવા જેટલું એને કષ્ટ થાય છે.
આ ચારે પ્રકારના રૌદ્રધ્યાનવાળા પ્રાણીઓના ભાવ અશુભ હોય છે તેમને કૃષ્ણ, નીલ, કાપિત લેસ્થાનાં પરિણામ હેય છે. જેથી તે નરકનું આયુષ્ય બાંધી નરકે જાય છે. અને ત્યાં પણ તેમને આ ત્રણ લેસ્યાઓ હોય છે. અન્યાય પૂર્વક આરંભ કરવાને અને તીવ્ર ધનાદિકને મોહ પ્રાણીઓને નરકમાં નાખે છે.
૨, તિર્યંચગતિનું દુઃખ-તિર્યંચ ગતિમાં છ પ્રકારનાં પ્રાણીએ હેય છે.
(૧) એપ્રિય સ્થાવર–જેવાં કે પૃથ્વીકાયિક, જલકાયિક, વાયુકાયિક, અગ્નિકાયિક તથા વનસ્પતિકાયિક આ સર્વ સચિત્ત અવસ્થામાં હવાથી જીવે છે, વધે છે. હવા ન મળવાથી મરી જાય છે. ખાણુની અને ખેતરની માટી છવ સહિત છે. સૂકી