________________
૧૮૨
ઊભું રહે? ડાળા, પાન, ફળ અને ફૂલ સર્વે કરમાઈ જાય; તે પ્રકારે કર્મરૂપી વૃક્ષનો નાશ કરીએ, ત્યારે ચિદાનંદ પ્રત્યક્ષ પ્રકાશે છે અને સિદ્ધક્ષેત્રમાં અનંત સહજસુખ અનુભવે છે.
કવિત: સિદ્ધકી સમાન છે વિરાજમાન ચિદાનંદ,
તાહ નિહાર નિજરૂપ માન લીજિયે, કર્મ કે કલાક અંગ પંક જ્યાં પખાર હર્યો,
ધાર નિજરૂપ પરભાવ ત્યાગ દીજિયે; થિરતાકે સુખકે અભ્યાસ કીજે રેન દીજિયે;
અનુભૌ કે રસકે સુધાર ભલે પીજિયે, જ્ઞાનકે પ્રકાશ ભાસ મિત્રકી સમાન દીસે, ચિત્ર જો નિહાર ચિત્ત ધ્યાન ઐસો કીજિયે. ૩
સિદ્ધચતુદશી. જ્યોતિ સ્વરૂપ ચિદાનંદાત્મા સિહ સમાન છે, એમ તેને દેખી તેવુંજ તારું પિતાનું સ્વરૂપ માની લેજે. ન્હાવાથી શરીરને મેલ જેમ દૂર થાય છે તેમ કર્મના કલંકને જોઈ નાખ; નિજ સ્વરૂપ ગ્રહણ કરી પરભાવને ત્યાગી દૂર કર. રાતદિવસ આત્મસ્થિરતાના સુખને અભ્યાસ કર અને અનુભવરસનું નિરંતર પાન કર.જ્ઞાનજાતિને પ્રકાશ મેક્ષને માર્ગ બતાવનાર મિત્ર સમાન જણાય છે. ચિત્તમાં ધ્યાનની એકાગ્રતા એવી કર કે જાણે ચિત્ત ચિત્રપ્રતિમા સમાન સ્થિર થઈ જાય.
છપાઈ: અષ્ટ કર્મ રહિત, સહિત નિજ જ્ઞાન પ્રાણધર, ચિદાનંદ ભગવાન, બસત તિર્દૂ લેક શીસ પર; વિલસત સુખજુ અનત, સંત તાકે નિત ધ્યાવહિં, વેદહિ તાહિ સમાન, આયુ ઘટ માંહિ લખાવહિ.