________________
૧૬૭
મળે છે તે અંતરંગ સર્વ રાગાદિ અને વિકલ્પને ત્યાગવાથી તેથી પણ વિશેષ સહજસુખ કેમ ન મળે?
बहून् वरान मया मुक्तं सविकल्पं सुखं ततः । तन्नापूर्वे निर्विकल्पे सुखेऽस्तीहा ततो मम ॥ १०-१७ ॥
મેં ઘણીવાર વિકલ્પમય સાંસારિક સુખ તે ભગવ્યાં છે તે કેઈ અપૂર્વ નથી. તેથી હવે તે સુખની તૃષ્ણા ત્યાગી મારી ઈચ્છા નિર્વિકલ્પ સહજ સુખ પામવાની છે.
ज्ञेयज्ञानं सरागेण चेतसा दुःखमंगिनः । निश्चयश्च विरागेण चेतसा सुखमेव तत् ॥ ११-१७ ।।
રાગ ભાવપૂર્વક ચિત્તથી જે પદાર્થો જાણ્યા જાય છે તેથી પ્રાણીઓને આકુલતા રૂ૫ દુઃખ થાય છે. પરંતુ વીતરાગ ભાવપૂર્વક જે પદાર્થો જાણ્યા જાય છે તે જ સહજસુખ છે. એ નિશ્ચય છે. चिंता दुखं सुख शांतिस्तस्या एतत्प्रतीयते ।
तच्छांतिर्जायते शुद्धचिद्रपे लयतोऽचला ॥ १३-१७ ॥ ચિતા એ દુઃખ છે, શાંતિ એ સુખ છે એ વાત જે શાંતિના અનુભવથી પ્રતીતિમાં આવે છે તે નિશળ શાંતિ, જ્યારે શુચિપમાં લીનતા પ્રાપ્ત થશે, ત્યારે મળશે.
यो रागादिविनिर्मुक्तः पदार्थानखिलानपि । जाननिराकुलत्वं यत्तात्त्विकं तस्य तत्सुखं ॥१७-१७॥
જે કોઈ રાગાદિ ત્યાગી સર્વે પદાર્થોને જાણે છે તેને નિરાકુલતા રહે છે અને તેને જ તે તત્ત્વસ્વરૂપ સાચું સહજસુખ પ્રાપ્ત થાય છે.
युगपन्जायते कर्ममोचनं तात्त्विकं सुखं ।। लयाच शुद्धचिद्रूपे निर्विकल्पस्य योगिनः ॥५-१८ ॥
જે રોગી સંકલ્પ વિકલ્પ તજી શુદ્ધ ચિકિપમાં લીન થાય છે તેને એક સાથે જ સાચું સહજસુખ અને કર્મની નિર્જરા હેય છે.