________________
બુદ્ધિ અને હૃદય -
અનુપમ પ્રકાશને આવિભૉવ અનુભવાય છે. હવે આ પ્રકાશ, આ “રસ", માત્ર એક ગમત જેવા ન હતાં, “અમૃત આપી હલાહલ શંકરે વહેવું એ એ રસ”—રૂપ બની રહે ત્યારે જ ખરે “રસ” અનુભવાય કહેવાય.
પ્રેમની બાબતમાં પણ આજ રીતે જોવાનું છે. લૌકિક પ્રેમ અને દિવ્ય પ્રેમના સ્વરૂપમાં સ્વતઃ ભેદ હૈ વા ન હો, પણ એ ભેદ બીજી રીતે નકકી કરવાનું સાધન એ છે કે એ પ્રેમને વિષય કેઈ દેહ માત્ર મનુજકીટ છે કે સત્યસ્વરૂપ પરમાત્મા છે એ વિચારવું. સમસ્ત મનુષ્યજાત કે સમસ્ત વિશ્વપ્રતિ પ્રેમ એ જો કે પરિણામે પરમાત્મા પ્રત્યેને જ પ્રેમ છે, તથાપિ
જ્યાં સુધી એ પ્રેમ પરમાત્મ-બુદ્ધિથી ઉછાળતું નથી ત્યાં સુધી એની લૌક્કિતા મટતી નથી, તથા એ પ્રેમની શાશ્વતતા વિષે પણ શંકા રહે છે. બીજું, આ પ્રેમ તે માત્ર હૃદયની ક્ષણિક ઊમિ જ નથી, પણ આત્માના અંગે અંગમાં–મન વાણી ક્રિયા સર્વ ભળી જે એક આત્મ-સ્વરૂપ બંધાય છે તેને અણુ અણમાં–અનુભવાત કેઈક અવર્ણ પદાર્થ છે.
અહા ! એ રંગે, બહુ બહુ પડ્યા વીર રણુમાં, અહા એ એકાતે, સુજન જગ જીત્યા સ્મરણમાં; ગયા વહેતા ગાતા રસિક રસ સિન્ધઝરણુમાં,
અહા ! એની મૂર્તિ પ્રકટ નિરખતી મરણમાં. ” એ શ્લોકમાં બતાવેલી કસોટીથી ખરા પ્રેમને પ્રેમના અભાવથી જુદો પાડી ઓળખવાને છે.
–સુદર્શન, જુન ૧૮૯૯