________________
બુદ્ધિ અને હૃદય
૩૯
બુદ્ધિ નિસાર છે, ઉભય મળી એક જ ધારણ થાય છે. અને એ ઉભયની એકતા આત્મામાં છે. માટે જ–
ચામાનમરજન” “આત્માને આત્માવડે જુવે છે” એમ કહ્યું છે.
પ્રસંગવશાત અત્રે ઉપરના જ વિષયમાંથી ઉદ્ભવતી એક બીજી બાબત ચર્ચવા જેવી છે. આપણે ઘણીવાર “ રસ” અને “પ્રેમ” એવા શબ્દો “બ્રહ્મ” ને સ્થાને વપરાતા સાંભળ્યા છે, અને રા. રા. મણિલાલે તેમ કરવાનું એક પ્રયોજન પણ દર્શાવ્યું છે, જે સુદર્શનના અભ્યાસીને સ્મરણમાં હશે જ. પરંતુ એ મહાન શબ્દથી શું વિવક્ષિત છે અને શું નથી એ વિષે ભૂલ ન કરવા વાચકે સાવધાન રહેવાનું છે. જેમ દરેક હૃદયને ઉભરે તે કાવ્યને રસ નથી–એમ હોય તો દરેક લૌકિક રડાકૂટ કાવ્યરસની પદવી પહોંચવા જાય–તેમ દરેક “અભેદ” કે “પ્રેમ” કે “રસ” ની વાત તે બ્રહ્મસાક્ષાત્કાર નથી એ સમજવાનું છે. એક તરફ, રસ વિનાનું જ્ઞાન (શુષ્ક બુદ્ધિ) કઠેર કાંટાની શય્યા જેવું છે એ ખરું, પણ તે સાથે બીજી તરફ એ પણ સ્મરણમાં રાખવાનું છે કે કેવળ રસ અથીત રસાભાસ તે રા. મણિલાલ કહે છે તેમ “વેદાન્તને એટલો બધે ઓગાળી નાંખે છે કે બાચકા ભરતાં પણ હાથમાં કાંઈ આવતું નથી.” હાથમાં કાંઈ આવતું નથી એટલું જ નહિ પણ ઉચ્ચ નીચ સર્વ પ્રદેશ રસની રેલમાં સમાન થઈ જતાં કયાં ડૂબાશે અને ક્યાં તરાશે એટલે આત્માને વિવેક પણ રહેતો નથી. માટે અત્રે એટલું ખૂબ ધ્યાનમાં લેવાનું છે કે બ્રહ્મરસને વિષય માત્ર કાલ્પનિક સમજાયેલો નહિ પણ માત્ર અને માનેલો) અભેદ હોઈ ન શકે, કારણ જે કલ્પનાત્મક અનુભવાય છે તે તે માયિક જ હોઈ શકે છે. અભેદની કલ્પના એ તો ભેદ પ્રતિ કેવળ આંખ મીંચી ક્ષણવાર મિથ્યા અભેદ અનુભવવા જેવું છે. ખરું જોતાં, ભેદને સ્થાને યથાર્થ રૂપે અભેદને અનુભવ થાય ત્યારે જ બ્રહ્મસાક્ષાત્કાર થયો ગણાય. અને આ યથાર્થ દર્શન, વિચાર વિના, અને હદયની ખરી અને ઊંડી ધાર્મિકતા વિના, સંભવતું નથી. માટે આ પ્રકારનો ખરે સાક્ષાત્કાર વા એની દૂર દૂરની ઝાંખી પણ થઈ છે કે નહિ એ સમજવા માટે માણસે શાન્ત અને શુદ્ધ હૃદયથી પિતાના આત્માને પૂછવું જોઈ એ કે એને અનુભવ ભેદને અભેદ માનવા રૂપ કલ્પનાના પ્રકારનો છે કે ભેદને અભેદ રૂપે સમજવાને એટલે જ્ઞાનસ્વરૂપ છે. એકમાં એક બ્રાતિને સ્થાને માત્ર બીજી ભ્રાતિ સ્થપાય છે, બીજામા અધકારને સ્થાને