________________
બુદ્ધિ અને હૃદય
~~
~~
બુદ્ધિ અને હૃદય આજથી ત્રણ ચાર માસ ઉપર “શંકા અને શ્રદ્ધા એવા મથાળા નીચે એ બે પદાર્થની પરમાર્થ સિદ્ધિમાં અનુકૂળતા–પ્રતિકૂલતા કેટલી છે અને કેવે પ્રકારે છે એ વિષે કાંઈક આ પત્રમાં લખવામાં આવ્યું હતું. આજ એ જ રીતે “બુદ્ધિ અને હૃદય” એ ઇશ્વના સ્વરૂપ સંબંધે થોડેક વિચાર કરવા ઇચ્છા છે.
બુદ્ધિ અને “હાય” એ બે શબ્દની યદ્યપિ શાસ્ત્રીય વ્યાખ્યા આપવી કઠિન છે તથાપિ એ બે પદથી વિવક્ષિત અર્થને બેધ તે સર્વને સાધારણ મતિથી થઈ શકે છે. તેમાં પણ સુદર્શનના વાચકોને તે આ બે શબ્દ એટલા બધા પરિચિત થઈ ગયા છે કે શ્રમપુર સર લક્ષણ બાંધી એનો અર્થ સમજાવવાની અન્ને બહુ જરૂર દેખાતી નથી. ત્યારે હવે એ બે શબ્દના અર્થે પ્રસિદ્ધ જ છે એમ માની લઈ બ્રહ્મવિદ્યાના વિષયમાં એમનું સ્થાન વિચારવાને આ સ્થળે દિગદર્શનમાત્ર પ્રયત્ન કરીશું.
બ્રહ્મવિદ્યાને ઉદ્દેશ શું છે એ ધ્યાનમાં લઈશું તે સહજ સમજાશે કે બુદ્ધિ કે હદય બેમાંથી એક પણ પદાર્થને આ વિષયમાં સમગ્ર સામ્રાજ્ય સેંપી દેવું ઘટતું નથી. બાહ્ય અને આન્તર જગતના તત્ત્વનું, એટલે એમનામાં અધિષ્ઠાનરૂપે નિવસતા વાસ્તવિક પદાર્થનું, અન્વેષણ કરી એને સાક્ષાત્કાર કરવો એ જે બ્રહ્માવિદ્યાને ઉદ્દેશ હેય અને નિર્વિવાદ રીતે એ જ ઉદ્દેશ છે–તે સ્પષ્ટ છે કે આ અન્વેષણ અને સાક્ષાત્કાર ઉભયને અનુકૂલ સાધનની એમાં અપેક્ષા છે. “હદય લાગવું જોઈએ” એમ આ વિષયમાં ઘણી વાર કહેવાય છે, પરંતુ આ વાક્ય ખરું જોતાં અપૂર્ણ હાઈ માત્ર અર્ધ સત્યનું જ પ્રતિપાદક છે. ખરી રીતે તે, “વસ્તુમાં હદય લાગવું જોઈએ” એમ પૂર્ણ વાક્ય થવું યોગ્ય છે. માત્ર હૃદય લાગવાથી જ પરમાર્થ સિદ્ધ થઈ જતો હોય. તે અહંતા મમતાની માયિક જાળ વિશ્વમાં એવી પથરાઈ રહી છે કે વિના યત્ન જતુમાત્રનું કેઈક કંઈક સ્થળે તો હદય લાગેલું જ છે, એટલે કાંઈ જ કરવાનું રહેતું નથી! ખરું જોતાં પ્રાપ્ત કરવાનું એ છે કે આ પ્રકારની સ્વભાવસિદ્ધ હૃદયની લગની” ને બદલે વસ્તુભૂત પદાર્થમાં હદયને વળગાડવું જોઈએ. હવે વસ્તુભૂત પદાર્થ શું છે અને શો નથી એ વાતનો નિર્ણય બુદ્ધિ વિના કાણ કરી શકે એમ છે ? હૃદય તે પ્રતીતિમાં છે કે નથી એટલું જ કહીને