________________
બ્રહ્મવિદ્યા
* ૩પ
કાર્યકારણભાવનું પ્રતિપાદન કરે છે ત્યાં સુધી એ એના ખરા પ્રદેશમાં છે, પણ વિવર્તીના અધિષ્ઠાનને પણ નિષેધ કરવા હિમત ધરે છે ત્યાં એ એની હદની બહાર જતું રહે છે. માટે બ્રહ્મવિદ્યા એક વિલક્ષણ જ્ઞાન છે, અશક્ય જ્ઞાન નથીઃ આપણું આખ્તર જીવનમાં અને બાહ્ય વિશ્વમાં જે ગૂઢ સત્વ રહેલું છે અને જે એ ઉભયને ઉકેલી જોતાં પ્રત્યક્ષ તરી આવે છે–-એને જાણવાની વિદ્યા એ “બ્રહ્મવિદ્યા' કહેવાય છે, અને સર્વ વિદ્યામાં એ પરમ વિદ્યા છે.
વસન્ત, વિ. સંવત ૧૯૫૮, ફાલ્ગન.