________________
આપણું તત્ત્વજ્ઞાન
આપણું તત્ત્વજ્ઞાન હિન્દુસ્થાન એની અનેક સંપત્તિઓમાં કોઈ પણ એક સંપત્તિ માટે સવિશેષ અભિમાન રાખે છે તે તે એનું તત્ત્વજ્ઞાન છે. છતાં, ઘણાને આશ્ચર્ય લાગશે કે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનેએ–તે પણ “વાવાં સાધુ સુન નર' એ ન્યાયે નહિ, પણ શુદ્ધ બુદ્ધિથી, આપણું તત્ત્વજ્ઞાનને વખોડી કાઢ્યું છે, બલ્ક એને “તત્વજ્ઞાન જ ન કહેવાય એમ આક્ષેપ કર્યો છે. વસ્તુતઃ એ “તત્ત્વ'નું જ્ઞાન વા જ્ઞાન માટે યત્ન છે એમાં તે કોઈને વિવાદ નથી પણ ખરી રીતે જોતાં એ “જ્ઞાન” નથી પણ માત્ર વસ્તુની ઝાંખી છે એમ એ આક્ષેપકારનું કહેવું છે. એમના કહેવાનું તાત્પર્ય એ છે કે “જ્ઞાન” એ પદ્ધતિસર કરેલો વિચાર હો જાઈએ; જેની હિન્દુસ્થાનના કહેવાતા તરવજ્ઞાનમાં ખામી છે. આ સાથે જોડાએલો એક બીજો આક્ષેપ કરવામાં આવે છે તે એ છે કે આપણું તત્ત્વજ્ઞાન “ધર્મ” સાથે સંકીર્ણ (સેળભેળ) થઈ ગએલું છે અને તેથી એમાં તરવજ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ જોવામાં આવતું નથી.
આ બંને આક્ષેપ સાંકડી વિચારસરણિને લીધે ઉત્પન્ન થએલા છે. પ્રથમ બીજા આક્ષેપને વિચાર કરીએ. તત્ત્વજ્ઞાન ધર્મ સાથે સંકીર્ણ હોય
એ દેષ છે? ધર્મ અને તત્વજ્ઞાન બંનેને વિષય એક જ નથી ? ધર્મનાં - સત્ય તપાસવાં અને દૃષ્ટિગોચર કરવાં, એ જ તત્ત્વજ્ઞાનનું કાર્ય નથી? તત્ત્વજ્ઞાનનાં સત્ય ઉપર વિશ્વ ટકી (૬) રહ્યું છે, એ બતાવવાનું અને બતાવીને એને જીવનમાં વણવાનું કામ ધર્મનું છે. અને તેથી સ્વાભાવિક રીતે બંને એક બીજા સાથે મળીને કામ કરે ત્યારે જ એમની સફળતા થાય. પશ્ચિમમાં ધર્મ અને તત્વજ્ઞાનના વિશ્લેષનું કારણ ઐતિહાસિક છે, તાત્વિક નથી; અર્થાત એમને વિશ્લેષ હ એમ એમના તત્વમાંથી નીકળતું નથી. પણ ઇતિહાસમાં એમ બન્યું છે કે યુરોપે એને ધર્મ પેલેસ્ટાઈનમાંથી લીધો અને એનું તત્વજ્ઞાન ગ્રીસમાંથી લીધું; એને પરિ. ણામે બંને છૂટાં પડી ગયાં. તેમાં પણ ખ્રિસ્તી ધર્મના આરંભકાળમાં તે એ ધર્મના જે સિદ્ધાન્તો બંધાયા તે ગ્રીક તત્ત્વજ્ઞાનની અસર નીચે જ બંધાયા હતા; સેંટ પાલને ખ્રિસ્તી ધર્મ તે જીસસના સાદા, સીધા અને ૧ ભવભૂતિ–ઉત્તરરામ ચરિત.