________________
૭૪૦
શ્રીમદ્ભગવદગીતા સંબન્ધી થોડુંક
પરંતુ એ કરતાં આગળ જઈને જનસમાજની રચનામાં પણ પ્રભુને હાથ છે એમ ગીતા કહે છે.
જનસમાજ મનુષ્ય જાણે છે કે એ પિતે રચે છે, પણ વસ્તુતઃ જેટલે અંશે મનુષ્ય સંસ્કૃતિ પ્રભુના મહાન ઉદ્દેશને સફલ કરે છે તેટલે અંશે એ . પ્રભુની જ કૃતિ છે. ભગવાન કહે છેઃ
ચાતુર્વ મા શુ શુવિમાનઃ |
અહી “ચાતુર્વર્ણ”–શબ્દ બહુ બોધક છે. ચાતુર્વણ્ય' એટલે ચાર જુદા જુદા વર્ણો નહિ, પણ ચાર વર્ણોને એક સમૂહ (ચતુર્ણા વર્ષોનાં રાતુ ). અહીં પ્રભુના એકાનેક સ્વરૂપનું પ્રતિબિમ્બ એણે સલા અને એના પ્રતીકરૂપ (મનુષ્યજાતિના) જનસમાજમાં પણ પડે છે. એ જનસમાજના નિયમન વડે પ્રભુ મનુષ્યને એની સંસ્કૃતિમાં ઊંચે ચઢાવે છે. એ સંસ્કૃતિમાં જ્યારે જ્યારે વિક્ષેપ આવે છે ત્યારે ત્યારે પ્રભુ જ એમાંથી મનુષ્યને અને ખરી રીતે મનુષ્યસંસ્કૃતિને ઉદ્ધારક થાય છે. ભગવાન કહે છે કે –
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ કહેવાની જરૂર નથી કે આપણું “ધી” શબ્દનું આપણે અંગ્રેજીમાં “Religion' શબ્દથી ભાષાન્તર કરીએ છીએ, પણ વસ્તુતઃ “ધર્મ” શબ્દ Religion શબ્દ કરતાં બહુ વિશાળ અર્થને બોધક છે. “Civilization” એ વિશાલતામાં “Religion' કરતાં વધારે પાસેનો શબ્દ છે. પરંતુ એને પણ કેવળ ઐહિક અર્થમાં ન લેતાં, એહિક અને પારત્રિક ઉભય અર્થમાં લઈએ ત્યારે જ એ શબ્દ “ધર્મ' શબ્દની નિકટ પહોંચે છે.
ધર્મ” એટલે જે વડે આ બાહ્ય જગત અને આન્તર આત્મા બંનેનું ધારણ થાય છે તે તત્વ. (“ધર્મ”માં મન એ abstract તત્વવાચક પ્રત્યય છે.) આ વિશાળ અર્થમાં ધર્મ જ્યારે જ્યારે ક્ષીણ થાય છે, અને એના વિરોધી તત્ત્વની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે પ્રભુ પિતે અવતરે છે; સકમ કરનારનું રક્ષણ કરે છે અને દુષ્કર્મ કરનારને નાશ કરે છે.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ ४-८