________________
શ્રીમદભગવદ્ગીતા સંબધી થોડુંક
૭૨૯
-
-
-
“ત” એટલે “ગાએલી”. “ગાએલી' એમ સ્ત્રીલિંગ શબ્દ શા માટે? “ગીતા” કે “ગાને કેમ નહિ? અંગ્રેજીમાં ગીતાને અર્થ “The Lord's song” કરવામાં આવે છે. પણ એનું યથાર્થ ભાષાન્તર
–sung by the Lord” એટલું જ થાય. અત્રે વસ્તુસ્થિતિ એ છે કે “ગીતા” એ એની પાછળ અધ્યાહત ઉપનિષદુ-શબ્દનું વિશેષણ છે. ઉપનિષત્ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિગ છે. સ્વ ન્યાયમૂર્તિ તેલંગ ગીતાને અન્ય ઉપનિષથી વયમાં નાનું એક ઉપનિષદ્ માને છે. ભગવદ્ગીતામાં એક ઉપનિષત્ નહિ પણ અનેક ઉપનિષદે સંગૃહીત છે તેથી પ્રત્યેક અધ્યાયને અને “મટુ મીતાપનિષg”—એમ બેલાય છે. પરંતુ ઉપનિષમાં જે વિવિધ વિષયો આવેલા છે તેમાંથી ખાસ પસંદ કરેલો એક વિષય બ્રહ્મવિદ્યા એનું ગીતામાં નિરૂપણ છે તેથી–“શ્રીમદ્ માવીતાજ્ઞનિષg વિચાચા”—એમ કહેવામાં આવે છે. પરંતુ બ્રહ્મવિદ્યામાં કેવળ બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ હોય છે. ગીતામાં એ તે છે જ, પણ એ એને ઉદ્દિષ્ટ વિષય નથી. ઉદ્દિષ્ટ વિષય કાંઈક કરવું, શું કરવું ? એ છે. અને બ્રહ્મસ્વરૂપનિરૂપણ એ એમાં અંગભૂત છેઃ એવી રીતે કે એમાં બ્રહ્મનું સ્વરૂપ એટલા માટે જ બતાવવામાં આવ્યું છે કે એ સ્વરૂપની દૃષ્ટિએ આપણું આચાર વિચાર કેવા કરવા જોઈએ, કેવી રીતે કરવા જોઈએ, કેવી દૃષ્ટિથી કરવા જોઈએ એને નિર્ણય થઈ શકે. આમ ગીતામાં જ્ઞાનને કર્મને વિનિયોગ કરવામાં આવ્યા છે. તેથી કહે છે કે “રવિણાય ના અર્થત ગીતા એ “ોનું, એટલે કે જ્ઞાનને કર્મમાં જોડવાનું, શાસ્ત્ર છે. અને “gsory સંવ” કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે જગતને મળેલું છે.
હવે, કૃષણ કોણ? અને અર્જુન કોણ?—એ જરા સમઝી લઈએ. ગીતામાં મુખ્ય ઉપદેશ જ્ઞાનને છે કે કર્મને? કર્મને છે કે ભક્તિને?— ઇત્યાદિ વિષય ઉપર વિદ્વાનોએ અનેક ચર્ચાઓ, વિવાદ, ખંડનમંડન કર્યો છે. આપણે એ ઝઘડાની જાળમાં ન પડતાં, કૃષ્ણ કોણ અને અર્જુન કેણું એટલું જ બરાબર સમઝી લઈશું તો આ સર્વ પ્રશ્નોના ઉત્તર સહેલાઈથી મળી જશે.
કેટલાક સમય ઉપર ખ્રિસ્તી પાદરીઓએ અને એમની સાથે ચાલતા કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનેએ એક માન્યતા ઊભી કરી હતી કે ભગવદ્દગીતા ખ્રિસ્તી ધર્મની અસર નીચે લખાઈ છે, અને કૃષ્ણની કેટલીક કથાઓ પશ્ચિમમાંથી, એશિયા માઈનરના ખ્રિસ્તી ધર્મમાંથી અને તે પહેલાંની