________________
૭૧૮
શ્રીમદ્દભગવદ્ગીતા સંબન્ધી થાતુ ક
પણ આપું એમ શ્રોતાજનાએ ઇચ્છા દર્શાવી, ત્યારે અન્ય કાઈ પ્રસંગે એમ કરીશ એમ હૈં વચન આપેલું. એ વચન પાળી ૠણથી મુક્ત થવાના મને પ્રસંગ મળે છે એવા એક હેતુથી મ્હેં આજના વિષય પસ ́ કર્યો છે. પરંતુ આ સાથે ભળેલેા વધારે મહત્ત્વના હેતુ તેા ખીો એ છે કે શ્રીમન્ત મહારાજા સાહેબે આ વ્યાખ્યાનમાળાની અપૂર્વ યેાજના સ્થાપી છે એનું પ્રથમ વ્યાખ્યાન—જે કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે—તે એક મંગળાચરણુરૂપ હેવું જોઈ એ, અને એવા મંગળાચરણુ માટે શ્રી કૃષ્ણ ભગવાનની ગાએલી “ગીતા” કરતાં વધારે પવિત્ર અને વધારે મગળકારી વિષય બીજો શા હાઈ શકે ?
પશ્ચિમના સાહિત્યના ત્રણ યુગેાનાં ત્રણ પુસ્તકા મહાન મનાય છેઃ પ્રાચીન કાળનું હેામરનું ઇલિયડ, મધ્યકાળનું ડૅન્ટીની હિન્હાઈન કામેડી, અને અર્વાચીન કાળમાં શેક્સપિયરનાં નાટકા. તે જ પ્રમાણે આપણા ધાર્મિક સાહિત્યનાં પુસ્તકા જોઈ એ તો પ્રાચીન કાળમાં શ્રીમદ્ભગવદ્ગીતા મધ્યકાળમાં શ્રીમદ્ભાગવત, અને અર્વાચીન કાળમાં તુલસીકૃત રામાયણ દૃષ્ટિ આગળ તરી આવે છે.
ધર્મના વિષયમાં પૃથ્વી ઉપર આજ સુધી જે કાંઈ બુદ્ધિથી વિચારાયું છે, વ્યવહારમાં આચારાયું છે, વા ભક્તિરસથી રસાયું છે તે સર્વ આ ત્રણ પુસ્તકામાં છે, અને જે ત્યાં નથી તે અન્યત્ર ક્યાંય નથી. અને એ સર્વમાં ભગવદ્ગીતા આદ્ય હાઈ પ્રથમ દૃષ્ટિ ખેચે છે.
हरि ॐ -
पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् । अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनी - मम्ब ! स्वामनुसन्दधामि भगवद्गीते ! भवद्वेषिणीम् ॥ એમ ગીતાને પ્રણામ કરી હું આગળ ચાલું છું. ગીતાના ઉપદેશને વિષય કઠિન નથી ? કઠિન છે જઃ અનેક વિદ્વાનાની મતિ એ ઉપર મનન કરતાં કુંતિ થઈ છે. પણ તે સાથે એ સરલ પણ છે. આ એની અદ્ભુતતા! ભવભૂતિ મહાપુરુષના હૃદય માટે કહે છે કે “ वज्रादपि कठोરાનિ વૃદ્ધનિ અનુમાપિ —એ “ વજ્રથી પણ કઠણ, અને કુસુમથી પણ કામળ હાય છે,” અને એ તે જ પરમપુરુષ કૃષ્ણ ભગવાનના હૃદયની આ ઉદ્ગાર માટે સત્ય છે. હું એ કામળતાનું શરણુ લઈ, ગીતાના ઉપદેશનું મર્મ સાદામાં સાદા રૂપમાં આપની આગળ મૂકવા યત્ન કરીશ.
""
--