________________
શ્રવણ
માન સમયમાં આવા અલૌકિક પુરુષે મળવા અશક્ય છે એટલું જ નહિ પણ ઈતિહાસમાં પણ આવા જનોને આવિર્ભાવ વિરલ કાળે અને વિરલ સ્થળે જ દષ્ટિગોચર થાય છે. ત્યારે આ જોતાં, આપણે હાલમાં નક્કી કરવાનો પ્રશ્ન એ રહે છે કેકેવળ સાધારણ વર્ગના પુરુષ પાસેથી પ્રત્યક્ષ ઉપદેશ લેવો એ ઠીક, કે અસાધારણ પુરુષ પાસેથી એના ગ્રન્થદ્વારા જે પક્ષ ઉપદેશ મળે એ ઠીક? આ પ્રશ્નનો એક જ ઉત્તર ઘટે છે. અસાધારણું પુરુષો પિતાના અનુપમ આત્માને પોતાના ગ્રન્થમાં કેવી સારી રીતે સંક્રાન્ત કરી શકે છે એ વાત જે ધ્યાનમાં લેવામાં આવે તે સહજ સમજાય એમ છે કે આ બીજો ભાગ જ ઉત્તમ છે.
ત્યારે આ દ્વિતીય શ્રવણને માર્ગ શી રીતે પ્રવર્તવું ? અત્રે અધિકાર ના સાધનસામગ્રી, વિષય, અને પદ્ધતિ, એ ત્રણ બાબત ઉપર લક્ષ રાખવાનું છે.
તેમાં અધિકાર અને યોગ્ય સાધનસામગ્રીમાં સર્વથી અધિક આવશ્યકતા સત્યપરાયણતાની છે. પ્રત્યેક અભ્યાસમાં, અને વિશેષતઃ ધર્મના અભ્યાસમાં, અભ્યાસીએ અવશ્ય પાળવાને, તથા વિચારમાં સ્વતસિદ્ધ કબૂલ થતો છતાં આચારમાં વારંવાર વસરાઈ જતો એવો, મહાન નિયમ તે આ સત્યપરાયણતાને છે. ધર્મને વિષય દેશકાલાદિ સર્વ ઉપાધિથી પર છે. અમુક સિદ્ધાંત પૂર્વને છે કે પશ્ચિમને, પ્રાચીન છે કે અર્વાચીન, એવો નિષ્કારણ ભેદ દેહાત્મવાદમાંથી જ—એટલે આત્માને અમુક દેશમાં કે અમુક કાલમાં વસતો પિડ માનવાથી જ–ઉદ્ભવે છે. ધર્મના વિષયમાં ભૂત ભવિષ્ય કે વર્તમાન કોઈ પણ કાલ માટે હદયને પક્ષપાત થાય, અથવા તો અત્રત્ય અને વિદેશીય વિચારનુ સમાન રીતે હદય સન્માન ન કરી શકે, તે પ્રકૃત વિષયમાં પ્રવેશ કરવાને ગ્ય અધિકાર પ્રાપ્ત થયો નથી એમ સમજી લેવું. પરમાત્મા સત્યસ્વરૂપ છે અને સત્ય ઉપર એકનિદા રાખવાથી જ પ્રાપ્ત થઈ શકે છે, માટે વિચાર ચલાવતાં પરિણામમાં અનીશ્વરવાદ આવે છે કે ઈશ્વરવાદ, જડવાદ કે ચિતન્યવાદ, શંકાવાદ કે શ્રદ્ધાવાદ–એ વિષે પણ પ્રથમથી આગ્રહ ધરવો ન જોઈએ. ટેનિસન કહે છે તેમ “શંકા ઘણી વાર શ્રદ્ધા કરતાં પણ ઉચ્ચતર અને વસ્તુતઃ શ્રદ્ધારૂપ હોય છે. સત્યપરાયણતા સાથે બીજી આવશ્યકતા જિજ્ઞાસાની છે. આ જિજ્ઞાસા તે માત્ર સાધારણ જાણવાની ઈચ્છા એમ સમજવાનું નથી. પરંતુ ઇચ્છાની સાથે વિષય પ્રતિ હદયનો ઉત્કંઠભાવ
$ ઉચી ડોક.