________________
શ્રવણ
૧૭
આ રીતે વ્યુત્પત્તિમાંથી નીકળતા અર્થમાં બ્રહ્માનાં સંપાધિક અને નિપાધિક ઉભય સ્વરૂપને સમાવેશ કરી શકાય છે. આ ઉભયરૂપ બ્રહ્મામાં
જે નિતાન સ્થિત તે “બ્રહ્મનિષ્ઠ.” યદ્યપિ જડચિદાત્મક સમસ્ત વિશ્વ વસ્તુતઃ બ્રહ્મમાં જ સ્થિત છે, તથાપિ જેણે એ પ્રકારની સ્થિતિને જ્ઞાનપુર સર અનુભવ કર્યો છે તે જ વિશેષ અર્થમાં “બ્રહ્મનિષ્ઠ” છે માત્ર શ્રોત્રિય એટલું જ કહેવાથી સંપૂર્ણ ગુરુત્વમાં જે અપૂર્ણતા રહી જાય છે, તે બ્રહ્મનિષ્ટ પદથી પૂરાય છે. અર્થાત પરમાત્મતત્વનું આત્માને વારંવાર શ્રવણ થયા છતાં પણ, બ્રહ્મનિષ્ઠતા એટલે બ્રહ્મમાં નિતાન્ત સ્થિતિ–આત્મસમર્પણ, એને અભાવ સંભવી શકે છે; અને એનું જ નિવારણ કરવા અને બ્રહ્માનિક શબ્દનો પ્રયોગ છે. માત્ર બ્રહ્મનિષ્ઠ' કહેતાં સમસ્ત વસ્તુજાત બ્રહ્મનિષ્ટ છે જ એમ શંકા લેવામાં આવે, તેટલા માટે “શ્રોત્રિય” પદ છે. કહેવાનું તાત્પર્ય કે “શ્રોત્રિય” દ્વારા જ, અર્થાત્ સમગ્ર આત્મામાં પૂર્વ બતાવ્યું તેમ પરતવના ગંભીર ધ્વનિનું શ્રવણ કરીને જ બ્રહ્મનિષ્ઠત્વ પ્રાપ્ત થાય છે, અને “બ્રહ્મનિષ્ઠવ” થતાં “
નાડતોડલિત દ્રષ્ટા, નાન્યતોગણિત શar”“એ (પરમાત્મા) વિના અન્ય કષ્ટ નથી, શ્રોતા નથી” એમ નિશ્ચય થઈ આત્મા બ્રહ્મભાવ અનુભવે છે. આ રીતે શ્રવણ કરી જેણે બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો છે એવા ગુરુ પાસેથી જ ઉપદેશ લેવા શાસ્ત્રની આજ્ઞા છે, અન્ય પાસેથી નહિ.
૨, શ્રવણને એક બીજો પ્રકાર ગ્રન્થમુખે શ્રવણ કરવાનું છે, આપણા પ્રાચીન” માં પુરુષ વિશેષરૂપ ગુરુમુખે પ્રાપ્ત કરેલા શ્રવણને જ “શ્રવણું માનવામાં આવે છે. અને એને જ સંપ્રદાયસિદ્ધ મેક્ષસાધનતાની પદવી મળે છે. આટલું ખરું છે કે ગુરુદ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન કદાચ વિશેષ પરિપૂત અને બલવાહી હોવા સંભવ છે, કેમકે મનુષ્ય આત્મામાં એવું સામર્થ્ય રહેલું છે કે આત્મા આત્માની સમીપ આવતાં માત્ર મુખાકૃતિ, દષ્ટિ કે વાણથી એ એવી વિલક્ષણ અસર ઉત્પન્ન કરી શકે છે કે જે સહસ્ત્ર ગ્રન્થથી પણ થઈ શકતી નથી. પણ આ વાત અસાધારણ આત્મા પરત્વે જ ખરી છે. હાલના સમયમાં એગ્ય ગુરુ મળવો કઠિન છે એમ શેકેદ્ગાર જે કે ઘણુંવાર સાંભળવામાં આવે છે, છતાં આમ ખેદ દર્શાવનારા પામર જનોમાથી જ કેટલાક ગમે તેવા મિથ્થા સંન્યાસી યેગી કે શાસ્ત્રીને ગુરુ કરી માને છે, તથા એવા પુરુષો પાસે જ વેદાન્તનું અને અન્ય શાસ્ત્રનું રહસ્ય હોય છે એમ અબ્ધ શ્રદ્ધા રાખી વૃથા ભ્રાતિમાં ભમે છે. પણ ખરું જોતાં તો વર્ત