________________
અહિંસાધર્મ
૬૮૭
હાનિકારક છે–આમ માંસાહારની અનિષ્ટતા શારીરિક અને આર્થિક બને દૃષ્ટિએ સ્થાપી શકાય એમ છે. અને શરીર અને ધન એને જીવનસુખનાં પરમ સાધન માનનાર મનુષ્યને–ખાસ કરીને પશ્ચિમની પ્રજાને –માંસાહારમાંથી નિવારવા માટે એ દલીલો ઉપયોગી છે. અને હું ધારું છું કે આ પરિષદ્દમાં ઘણું વક્તાઓ તરફથી એ પ્રકારનું અજવાળું નાંખવામાં આવશે. તે પણ મને લાગે છે કે આ સ્વાર્થની દલીલ કરતાં વધારે ઉચ્ચ-કર્તવ્યની–દલીલના આપણે મનુષ્ય તરીકે, અધિકારી છીએ. અને હું તે સ્પષ્ટ કહું છું કે–મનુષ્યના મનુષ્ય તરીકેના અધિકારને પ્રશ્ન હું દાક્તર અને અર્થશાસ્ત્રીને સેંપી દેવા રાજી નથી. તેઓની મદદ–સાચી મદદ–સ્વીકારવા આપણે તૈયાર રહીશું, પણ તે કરતાં અધિક નહિ. કર્તવ્ય સાથે સુખ જેડાતું હોય–અને દયાળુ પ્રભુના રાજ્યમાં એમ હોય એમાં નવાઈ નહિ-તે એ સુખ કર્તવ્યની પાછળ પાછળ ભલે આવે, પણ સુખના હેતુથી કર્તવ્યને કર્તવ્ય તરીકે આપણે માનીશું નહિ જ. એ જ ન્યાયે આપણે “Vegetarianism” યાને ધાન્ધક આહારને––શારીરિક અને આર્થિક લાભહાનિથી સ્વતન્ન, મનુષ્ય તરીકેના આપણું કાર્ય તરીકે–લેખીશું.
આપણું મંડળના અંગ્રેજી નામમાં જ, આ દષ્ટિબિન્દુ રહેલું નથી ? Humanity” જીવદયા-(જે ઉપરથી “Humanitarian” શબ્દ થયો છે) એ જ ખરૂં મનુષ્યત્વ છે એમ એ શબ્દ જાહેર કરે છે. આને સમાનાર્થક આપણે સંસ્કૃત શબ્દ “મૃતા ' છે; અને વસ્તુ “થઈ (મૂત), એટલાથી જ એને દયા ઉપર અધિકાર સિદ્ધ થઈ જાય છે એમ એ શબ્દ સૂચન કરે છે. પણ માંસાહારીઓ આ દષ્ટિ સામે બે દલીલ લાવશેઃ એક તે એ કે મનુષ્ય મનુષ્ય પ્રત્યે દયા ધરાવવા બંધાએલો છે. પણ જનસમાજની બહાર નીચલા પ્રાણીઓ પ્રત્યે એ કર્તવ્ય શી રીતે ઉત્પન્ન થાય છે ? પણ આ પ્રશ્નના અન્તરૂમાં ખોટી કર્તવ્યમીમાંસા રહેલી છે. મનુષ્ય સામાજિક પ્રાણું છે, પણ તે કરતાં બહુ અધિક છે. એનાં સઘળાં કર્તવ્યો કરાર (Social contract)થી જ ઉત્પન્ન થતાં નથી. કર્તવ્યની ભાવના એ બજારૂ સદામાંથી ઉત્પન્ન થએલી નથી, બલકે બજારૂ સોદાની પવિત્રતા પણું કર્તવ્યભાવનામાંથી જ આવે છે. વળી, મનુષ્યને જનસમાજના અવયવ તરીકે જ કર્તવ્યભાવના ઉત્પન્ન થતી હોય તે જે જનસમાજ અર્થાત “રાષ્ટ્રને એ અવયવ હોય તે રાષ્ટ્રની બહાર એને કર્તવ્યને પ્રદેશ વિસ્તરી શકે જ નહિ. અને જે સઘળાં રાષ્ટ્ર ભળી એક મનુષ્યસમાજ થાય છે, અને એ એકતામાંથી